શું દિલ્હીની જીત બાદ વધેલી કેજરીવાલની શાખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બનશે મુસીબત?

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરી આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. આ બંપર જીત બાદ અરવિંદ કેજરીવાલનું રાષ્ટ્રીય રાજકારણમાં કદ વધશે અને તે વિપક્ષના ચહેરા તરીકે ઊભરી શકે છે. એવી અટકળો પણ થઈ રહી છે કે કેજરીવાલ રાષ્ટ્રીય સ્તર પર પીએમ નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે છે.

આ જીત બાદ રાષ્ટ્રીય રાજકારણમાં દિલ્હીના સીએમનું કદ વધવાનું નિશ્ચિત છે, આવામાં વિપક્ષમાં તેઓ મોદી વિરોધી ચહેરા તરીકે ઊભરી શકે છે. જો કે રાજકીય જાણકારોનું માનવું છે કે કેજરીવાલ માટે આ રસ્તો હજુ લાંબો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય નેતા તરીકે ઊભરવામાં હજુ સમય લાગશે.

કેટલાક નિષ્ણાંતોના મતે કેજરીવાલે પોતાની જાતને રાષ્ટ્રીય નેતા તરીકે સ્થાપિત કરવા માટે અખિલ ભારતીય સ્તર પર આધાર બનાવવાની જરૂર રહેશે. હજુ આમ આદમી પાર્ટીને ચૂંટણી પંચ દ્વારા પ્રાદેશિક પાર્ટીની જ માન્યતા મળેલી છે. તે 2017માં પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ તરીકે ઊભરી પરંતુ તેની રાષ્ટ્રીય આકાંક્ષાઓને ફટકો ત્યારે પડ્યો જ્યારે ગોવા ચૂંટણી અને ગત બે લોકસભા ચૂંટણીમાં તેને નિષ્ફળતા મળી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.