શું કોઈ દેશ વધારે ચલણી નોટો છાપીને ધનવાન બની શકે? જાણો કરન્સી પ્રિન્ટિંગ માટેનું ગણિત

ઝિમ્બાબ્વે અને વેનેઝુએલાએ દેવું ભરપાઈ કરવા મોટા પ્રમાણમાં નોટો છાપી જેથી મોંઘવારી આકાશને આંબી ગઈ

 

ભારત સહિત સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસના કારણે અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યું છે. વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉનનો સહારો લેવામાં આવ્યો છે જેથી લોકોની આજીવિકાને ભારે મોટો ફટકો પડ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશમાં લોકો પોતપોતાની સરકારો પાસેથી સીધી મદદ માંગી રહ્યા છે પરંતુ સરકારોના હાથ પણ બંધાયેલા છે અને તેઓ એક મર્યાદામાં રહીને જ રાહત પેકેજ આપી શકે છે.

આ સંજોગોમાં સરકાર વધારે પ્રમાણમાં ચલણી નોટો છાપીને ગરીબો, વંચિતો અને મધ્યમ વર્ગને વહેંચી કેમ નથી દેતી તેવો સવાલ થવો સ્વાભાવિક છે. ઉપરાંત ગરીબ દેશો મોટી સંખ્યામાં ચલણી નોટો છાપીને ધનવાન શા માટે નથી બની જતા તેવો સવાલ પણ થઈ શકે છે પરંતુ કેન્દ્રીય બેંક કે સરકાર વધારે પ્રમાણમાં કરન્સી છાપે તો અર્થતંત્ર પર શું અસર પડે તે જાણવું ખૂબ જરૂરી છે.

ચલણી નોટોના છાપકામની આદર્શ સ્થિતિ

કોઈ પણ દેશ સામાન્ય રીતે જીડીપીના બેથી ત્રણ ટકા જેટલી નોટ છાપે છે. આ કારણે વધારે નોટો છાપવા જીડીપીને ઉંચો લઈ જવો જરૂરી છે અને જીડીપીને ઉંચો લઈ જવા ઉત્પાદન અને સેવા, વિભિન્ન ક્ષેત્રોની વૃદ્ધિ, વેપારની ખોટ ઘટાડવી વગેરે પરિબળો પર ધ્યાન આપવું જરૂરી છે.

વધારે નોટો છાપે તો મોંઘવારી ચરમસીમાએ પહોંચે

પ્રખ્યાત અર્થશાસ્ત્રી વૃંદા જાગીરદારે ઝિમ્બાબ્વે અને વેનેઝુએલાની પરિસ્થિતિનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આ બંને દેશોની સરકારે દેવું ચુકવવા મોટા પ્રમાણમાં નોટો છાપી હતી પરંતુ આર્થિક વૃદ્ધિ, માંગ અને પુરવઠો વચ્ચે સમરસતા ન જળવાતા દેશમાં મોંઘવારી આકાશને આંબી ગઈ છે. 2008માં ઝિમ્બાબ્વેના મોંઘવારી દરમાં 23,10,00,000%નો વધારો નોંધાયો હતો.

વધુ નોટો છાપવાનું મોડલ અસફળ

જો સરકાર કે કેન્દ્રીય બેંક વધારે નોટો છાપીને લોકોમાં વહેંચી દે તો બધા પાસે પૈસા આવી જશે. બીજી બાજુ સામાનનું ઉત્પાદન અટકી જશે કે પુરવઠામાં અડચણ આવશે તો મોંઘવારી વધશે તે નક્કી છે. વર્તમાન સ્થિતિમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ થઈ ગયું છે, પુરવઠાને અસર પહોંચી છે, અનિશ્ચિતતાના કારણે ડિમાન્ડ ઘટી છે ત્યારે સરકાર એક મર્યાદામાં રહીને જ લોકોના હાથમાં પૈસા આપી શકે છે.

કરન્સીની વેલ્યુ, સોવરેન રેટિંગ પર અસર

એક મર્યાદાથી વધારે પ્રમાણમાં નોટો છાપવામાં આવે તો દેશની કરન્સીની વેલ્યુ ઘટે છે. સાથે જ રેટિંગ એજન્સીઓ દેશની સોવરેન રેટિંગ ઘટાડી દે છે જેથી સરકારને બીજા દેશો પાસેથી લોન લેવામાં મુશ્કેલી પડે છે અને ઉંચા દરે લોન મળે છે.

આ સિદ્ધાંતો પણ સમજો

કોઈ દેશે ધનિક બનવા માટે મહત્તમ ઉત્પાદન અને વેચાણ કરવું જરૂરી છે. સાથે જ સર્વિસ સેક્ટરને પણ મજબૂત બનાવવું પડે છે. જો મહત્તમ ઉત્પાદન થતું હોય તો તે સંજોગોમાં વધારે નોટ છાપવી થોડા અંશે અસરકારક સાબિત થઈ શકે છે. 2008ના નાણાંકીય સંકટ વખતે લગભગ તમામ દેશની કેન્દ્રીય બેંકોએ ઓછા-વત્તા પ્રમાણમાં નોટોનું પ્રિન્ટિંગ કર્યું હતું જેથી માંગ (ડિમાન્ડ)ને ફરીથી ચાલુ કરવામાં મદદ મળી હતી.

આર્થિક સંકટના તે ગાળામાં ક્વોન્ટિટેટિંગ ઈજીંગ શબ્દ ચલણમાં આવ્યો હતો જેનો અર્થ લોકોના હાથમાં વધારે પૈસા પહોંચાડવા નોટોનું છાપકામ વધારવા સાથે જોડાયેલો છે. પરંતુ જે પણ દેશોએ ક્વોન્ટિટેટિંગ ઈજીંગનો સહારો લીધો ત્યાં મોંઘવારી વધવાની સાથે કરન્સી (મુદ્રા)નું અવમૂલ્યન પણ થયું. આ બધું જોતા કહી શકાય કે, નોટોનું છાપકામ વધારવાથી ફાયદા કરતા નુકસાન વધારે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.