ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી સુધી આ વાયરસ ક્યાંથી ફેલાયો છે તેનું મૂળ હાથ લાગતુ નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાના કારણોની યુદ્ધના ધોરણે તપાસ કરવામાં આવી રહી છે. એક અહેવાલ પ્રમાણે ચામાચીયાનો સુપ પીવાથી અથવા તો સાપનું માસ ખાવાથી આ વાયરસ ફેલાયો છે પરંતુ ઈઝરાયેલના એક ટોચના જાસૂસે આ મામલે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે.
ઈઝરાયેલના જાસૂસના જણાવ્યા પ્રમાણે ચીનના વુહાનમાં આવેલી એક લેબોરેટરીમાં જ કોઈ ગડબડ થતા આ વાઈરસ ફેલાયો છે. ઈઝરાયેલના વાઈરોલોજિસ્ટ (વાઈરસ નિષ્ણા) જાસૂસ અને વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે કોરોનાએ ચીની સરકારે પેદા કરેલું બાયોલોજિકલ (જૈવિક) હથિયાર છે. દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રોગચાળો ફેલાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આધુનિક યુગમાં આ પરંપરા બાયોલોજિક વૉરફેર તરીકે ઓળખાય છે.
ચીનમાં ફેલાયેલા જીવલેણ અને ભયાનક વાયરસ કોરોનાને લઈને ઈઝરાયેલની મિલિટરી ઇન્ટેલિજન્સ (જાસૂસી)માં કામ કરી ચૂકેલા દાની સોહામે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજિ એકમાત્ર લેબોરેટરી છે, જ્યાં ઘાતક વાઈરસ પર સંશોધન થઈ રહ્યું છે. વુહાનમાં આવેલી આ લેબોરેટરીમાંથી જ આ વાઈરસ લીક થયા છે.
દાનીએ સનસની દાવો કરતા કહ્યું છે કે, ચીન ભવિષ્યના યુદ્ધો માટે અહીં ઘાતક વાઈરસ તૈયાર કરતું હતું. પરંતુ પોતાનો વાઈરસ પોતાને ભારે પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. કેમ કે વાઈરસ લેબોરેટરીમાંથી લીક થઈ જતાં હવે સર્વત્ર રોગચાળો ફેલાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.