શું મોદીએ ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ કહીને કર્યો પ્રચાર? વિદેશમંત્રીએ આપ્યો આ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ એમ કહ્યું હતું. જો કે આ નિવેદન બાદ ઘણો વિવાદ જોવા મળ્યો હતો. જો કે હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે તેના પર જવાબ આપ્યો છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ એવું કાંઇ કહ્યું નહોતું, તેઓએ માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા નારાને જણાવ્યું હતું. 

વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકાની મુલાકાતે

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે પહોંચ્યાં છે. તેઓ અહીં અનેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન વિદેશ મંત્રીએ ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ પર ઉભા થયેલા વિવાદના સવાલ પર જવાબ આપ્યો છે. એસ. જયશંકરકે જણાવ્યું છે કે હ્યૂસ્ટનમાં પીએમ મોદીએ જે ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ના નારો કહ્યો, તે ખરેખર પીએમ મોદી પોતાના સંબોધનમાં એ વાતનો ઉલ્લેખ કરી રહ્યાં હતા કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેનો ઉપયોગ કર્યો છે.

વિદેશ મંત્રીએ અમેરિકાના રાજકારણને લઇને જણાવ્યું કે

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે અમે અમેરિકાના સ્થાનિક રાજકારણમાં દખલ કરતાં નથી. અમારી નીતિ એ છે કે તમારા દેશમાં જે રાજકારણ છે, તે તમારું છે અમારે તેનાથી કોઇ લેવા-દેવા નથી. વિદેશમંત્રીએ એક સવાલના જવાબમાં કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સમયે 2016માં ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ના નારાનો ઉપયોગ કર્યો હતો. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બતાવ્યો. આમ તેને લઇને કોઇ ગેરસમજ ન રહેવી જોઇએ. કહ્યું હતું PM મોદીએ?

શું કહ્યું હતું PM મોદીએ?

અમેરિકાના હ્યૂસ્ટન ખાતેના Howdy Modi કાર્યક્રમમાં જ્યારે પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પનો પરિચય કરાવી રહ્યાં હતા ત્યારે તેમણે આ અંગેનું નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે સારી રીતે જોડાયેલાં છે. હવે ઉમેદવાર ટ્રમ્પે ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ કહ્યું હતુંત્યારે તેનો અવાજ ભારત સુધી પહોંચ્યો હતો. વ્હાઇટ હાઉસમાં તેમણેદિવાળીની ઉજવણી કરી જે ઘણા લોકોને ખુશી આપી ગઇ.

કોંગ્રેસે પીએમ મોદીના આ નિવેદન પર કર્યો હતો સવાલ

Howdy Modi માં પીએમ મોદીના આ નારા પર દેશમાં કોંગ્રેસ પાર્ટીએ સવાલ કર્યો હતો. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે પ્રચાર કર્યો છે, આ ભારતની વિદેશ નીતિ નથી. કોંગ્રેસ સિવાય અન્ય વિપક્ષના નેતાઓ પણ તેને ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર સાથે જોડી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.