સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે ચાલી રહેલા નિવેદનોના સીલસીલા વચ્ચે હવે અભિનેત્રી કંગના રાણાવત અને શિવસેના પ્રવક્તા સંજય રાઉત આમને સામને આવી ગયા છે.
રાઉતે અગાઉ કહ્યુ હતુ કે, કંગનાને જો મુંબઈમાં ડર લાગતો હોય તો તેણે મુંબઈ પાછુ આવવુ જોઈએ નહી.
હવે તેના પર કંગનાએ જવાબ આપતા કહ્યુ છે કે, સંજય રાઉતે મને ખુલ્લેઆમ ધમકી આપી છે.તેમણે મને મુંબઈ પાછુ નહીં આવવા માટે કહ્યુ છે.આખરે મુંબઈ શું પીઓકેમાં ફેરવાઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે કંગનાએ કહ્યુ હતુ કે,મને ફિલ્મી માફિયાઓ કરતા મુંબઈ પોલીસનો વધારે ડર લાગે છે અને એ પછી રાઉત મેદાનમાં આવ્યા હતા અને કંગનાને મુંબઈ પાછા નહીં આવવાની સલાહ આપી દીધી હતી.
રાઉતે એ પછી કહ્યુ હતુ કે, જે શહેરમાં કંગના રહે છે તે શહેરની પોલીસની ટીકા કરવાની હરકત ખરેખર શરમજનક કહેવાય તેવી છે.આ મુંબઈ પોલીસનુ અપમાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.