શુક્રવાર, 28 ફેબ્રુઆરીએ ફાગણ મહિનાના સુદ પક્ષની પંચમી છે. આ તિથિએ ભગવાન શિવના નાગેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શિવજીનું નિવાસસ્થાન કૈલાસ માનવામાં આવે છે. પંચમી પૂર્ણ તિથિ હોવાથી આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું મહત્ત્વ વધી ગયું છે.
પંચમી તિથિના સ્વામી નાગ હોવાથી આ તિથિએ ભગવાન શિવના નાગેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નાગેશ્વરનો અર્થ થાય છે નાગોના દેવતા. રુદ્ર સંહિતામાં જણાવ્યા પ્રમાણે શિવજીના નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા પ્રાચીનકાળથી જ કરવામાં આવે છે. 12 મુખ્ય જ્યોતિર્લિંગોમા નાગેશ્વર જ્યોતિર્લિંગને આઠમું સ્થાન પ્રાપ્ત થયેલું છે. મુખ્ય શિવગ્રંથો પ્રમાણે આ જ્યોતિર્લિંગ ગુજરાતના દારુક વન અર્થાત્ દ્વારિકપુરીમાં આવેલું છે.
શિવગ્રંથોની કથા પ્રમાણે શિવભક્ત વૈશ્ય સુપ્રિય પોતાના બધા કામ શિવને અર્પિત કરતાં હતાં, તેમની શિવભક્તિથી દારુક નામનો દૈત્ય ગુસ્સે થઈને સુપ્રિયની પૂજા-પાઠમાં અડચણો પેદા કરતો હતો.એક દિવસ દારુકે સુપ્રિયને કેદ કરી લીધા, પરંતુ તેમની શિવ આરાધના સતત ચાલતી રહી. તેને લીધે દારુકે સુપ્રિયને મૃત્યુદંડ આપ્યો.મહાદેવે સુપ્રિયની સુરક્ષા કરવા માટે કારાગાર (કારાવાસ-જેલ)માં ચમકતા સિંહાસન ઉપર જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા અને સુપ્રિયને પાશુપતાસ્ત્ર પ્રદાન કર્યું, જેનાથી સુપ્રિયે દારુકનો અંત કર્યો હતો.જ્યાં ભગવાન શિવ પ્રગટ થયા હતા ત્યાં આપમેળે જ શિવલિંગ વન બની ગયું. ત્યારબાદ શિવજીની ઈચ્છાથી જ ત્યાં નાગેશ્વર રૂપમાં તેમની પૂજા થવા લાગી.
શિવપુરાણ પ્રમાણે ફાગણ સુદ પક્ષની પંચમીએ શિવના નાગેશ્વર સ્વરૂપની પૂજા અને વ્રત કરવાથી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. સુખ વધે છે અને ધનલાભ પણ થાય છે. દુશ્મનો પર જીત પ્રાપ્ત કરવાની કામનાથી પણ આ દિવસે વ્રત અને પૂજા કરવામાં આવે છે. આ દિવસે શિવ પૂજા કરવાથી દરેક પ્રકારની બીમારીઓમાં પણ રાહત મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.