મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર ગતીવિઘીઓ તેજ : ભાજપ મુઝંવણમાં, શિવતીર્થ પર લેવાશે શપથ

મુબંઇ:શિવસેના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે  તેમની પાર્ટી પાસે સરકાર બનાવવા માટે 170થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે.તેઓએ કહ્યું હતું કે જો ભાજપ સરકાર બનાવવામાં નિષ્ફળ નીવડી તો શિવસેનાનો મુખ્યમંત્રી સ્વ. બાલાસાહેબ ઠાકરેના સમાધિસ્થળ શિવતીર્થ પર શપથ લેશે. સંજય રાઉત આજે સાંજે પાંચ વાગ્યે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે રાજ્યપાલ ભગતસિંહ કોશયારી સાથે મુલાકાત કરશે.

રાઉતે કહ્યું હતું કે સરકાર બનાવવાના માર્ગમાં સૌથી મોટું અડચણ જૂઠું બોલનારા લોકો છે જે તેમને આપેલા વચનનું પાલન કરતા નથી. મહારાષ્ટ્ર મામલે અમિત શાહના મૌનને રહસ્યમય ગણાવતાં સંજય રાઉતે કહ્યું હતું કે હરિયાણા જેવા નાના રાજ્યોમાં અમિત શાહે પહેલ કરીને જે રીતે ઉકેલ કાઢ્યો તે મહારાષ્ટ્રમાં પણ નીકળી શકે છે. આ અંગે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અમારી સરકાર બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે  શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ગંભીર આરોપો મુક્યા છે. શિવસેનાએ કહ્યુ છે કે, મહારાષ્ટ્ર ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ છે. ભાજપને 105 બેઠકો મળી છે અને શિવસેના સાથે ના હોત તો આ બેઠકો 75 જ હતો. યુતિ હતી એટલે ગતિ મળી. કોને કેટલી બેઠકો મળી તે નહી પણ ચૂંટણી પહેલા શું કરાર થયો હતો તે વધારે મહત્વપૂર્ણ છે.ફડનવીસ અગાઉ નક્કી થયુ હતુ તે પ્રમાણે શિવસેનાને અઢી વર્ષ માટે સીએમ પદ આપવા માટે તૈયાર નથી. તમામ હોદ્દાઓની સરખી વહેંચણી થશે તેવુ ઓન રેકોર્ડ બોલ્યા પછી પણ ફડનવીસ પલટી મારી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.