ઝડપથી વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની અથવા કોઈ બહાનાથી સત્ર બોલાવીને સચિન પાયલટ જૂથને અયોગ્ય ઠેરવવાની કોંગ્રેસની ઈચ્છા
પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબલે રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે રાજ્યપાલ કલરાજ મિશ્ર સામે સવાલ ઉઠાવ્યા છે. કપિલ સિબલે મંગળવારે ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું કે, શું કલરાજ મિશ્રએ બંધારણના શપથ ગ્રહણ કર્યા છે કે પછી ભારતીય જનતા પાર્ટીના હિતોના શપથ ગ્રહણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા સત્ર ન બોલાવવાને લઈ કોંગ્રેસ પાર્ટી સતત રાજ્યપાલ સામે સવાલો કરી રહી છે.
કપિલ સિબલે સવાલ કર્યો હતો કે શું રાજસ્થાનની હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેનું પાલન નહીં કરે? શું કોઈ બીજો કાયદો છે જેનું પાલન થઈ રહ્યું છે?
કિપલ સિબલ સહિત કોંગ્રેસના ત્રણ મોટા નેતાઓએ રાજ્યપાલ કલરાજ મિશ્રને ચિઠ્ઠી પણ લખી હતી. ચિઠ્ઠી લખનારા કપિલ સિબલ, સલમાન ખુર્શીદ, અશ્વિની કુમાર દેશના કાયદા મંત્રી પણ રહી ચુક્યા છે અને ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે જો વિધાનસભા સત્ર બોલાવવામાં નહીં આવે તો રાજ્યમાં બંધારણીય સંકટ સર્જાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કપિલ સિબલે કોર્ટમાં રાજસ્થાન વિધાનસભા સ્પીકર તરફથી પક્ષ પણ રજૂ કર્યો હતો.
હકીકતે કોંગ્રેસ સરકાર તરફથી રાજ્યપાલ કલરાજ મિશ્રને વિધાનસભા સત્ર બોલાવવા કહેવામાં આવ્યું છે. જો કે રાજ્યપાલે કોરોના વાયરસ સંકટ અને સાથે જ ચિઠ્ઠીમાં સ્પષ્ટતા ન હોવાનું કારણ આપ્યું છે. તે સિવાય હવે વિધાનસભા સત્ર બોલાવવા માટે 21 દિવસની નોટિસની વાત સામે આવી છે. આ કારણે કોંગ્રેસ સતત કલરાજ મિશ્રને નિશાન પર લઈ રહી છે.
કોંગ્રેસની ઈચ્છા એવી છે કે તે શક્યતઃ ઝડપથી વિધાનસભામાં બહુમતી સાબિત કરી દે અથવા કોઈ બહાનાથી સત્ર બોલાવીને સચિન પાયલટ જૂથને અયોગ્ય ઠેરવી દે. આ સંજોગોમાં કોંગ્રેસ આ માટે સતત પ્રયત્ન કરી રહી છે પરંતુ તેને હજુ સુધી કોઈ સફળતા નથી મળી.
કોંગ્રેસી ધારાસભ્યોએ સત્ર બોલાવવાને લઈ રાજભવનને ઘેરી લીધું હતું. તે સિવાય દેશના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસી કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા છે. પહેલા કોંગ્રેસે રાજભવનને ઘેરવાની ધમકી પણ આપી હતી પરંતુ તેનાથી જે બંધારણીય સંકટ સર્જાય તેના ડરથી કોંગ્રેસે તે નિર્ણય પાછો લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.