દેશમાં આતંક મચાવી રહેલી કોરોનાની બીજી લહેરને પહોંચી વળવા માટે ભારતીય સેના પણ આગળ આવી છે.
ભારતીય સેના 3 સ્ટાર જનરલ અંતર્ગત એક કોવિડ મેનેજમેન્ટ સેલ બનવી રહી છે. આનાથી લડાઈમાં ભારે મદદ મળશે. આ સંબંધમાં એક અધિકારીએ કહ્યું કે આ પ્રતિષ્ઠિત સંચાલન ઓપરેશનલ લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટના નિર્દેશક દ્વારા કરવામાં આવે છે.
સેનાએ એક નિવેદનમાં કહ્યુ સ્ટાફિંગ અને લોજિસ્ટિક સપોર્ટ માટે અનેક પાસાને સમન્વિત કરવા માટે એક મહાનિર્દેશક રેંકના અધિકારીઓ અંતર્ગત એક વિશેષ કોવિડ મેનેજમેન્ટ સેલની સ્થાપના કરવામાં આવી છે. જે સીધા સેનાના કર્મચારીઓના પ્રમુખોને રિપોર્ટ કરે છે. રક્ષા મંત્રાલયના સશક્ત દળ અને અન્ય વિંગ કોવિડ 19ની લડાઈના રાષ્ટ્રીય પ્રયાસોને કેન્દ્ર માં રહે છે. તેમણે કોવિડ 19 હોસ્પિટલની સ્થાપના કરી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના મામલા દર રોજ એક નવો રેકોર્ડ તોડી રહ્યા છે અને ગુરુવારે સંક્રમણના 4,12, 262 નવા મામલા દાખલ કરવામાં આવ્યા તથા 3980 લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યા છે. આ સાથે સંક્રમણના કુલ મામલા દેશમાં 2, 10, 77, 410 થઈ ગયા અને મૃતકોની સંખ્યા 2, 30 168 પર પહોંચી ગઈ છે.
નિવેદનમાં કહ્યુ છે કે જ્યાં સેનાના પૂર્વ અધિકારીઓ અને તેમના આશ્ચિતો માટે સ્વયં સંરક્ષણ અને ચિકિત્સા દેખરેખ સુનિશ્ચિત કરી છે. ત્યારે તે વિશેષ રુપથી પહેલાથી કામ કરી રહ્યા છે એ પછી દિલ્હી, અમદાવાદ, લખનૌ, વારાણસી અને પટનામાં સ્થાપિત થવાની પ્રક્રિયામાં 5 કોવિડ હોસ્પિટલમાં નાગરિક અધિકારીઓઓની સહાયતા માટે ઘણી ચિકિત્સા સંસાધનોને તૈનાત કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.