એ તો તમે જાણતા જ હશો કે રવિવારે પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની 30 ગોળી મારીનેં હત્યા કરવામાં આવી છે સિદ્ધુ માનસા જઈ રહ્યા હતા તે સમયે બે અજાણ્યા ઈસમ કાળા કલરની કારમાં આવી 30 ગોળી મારી હતી અને જે બાદ સિંગરને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન જ તેમનું મોત નિપજ્યું હતું જે બાદ પંજાબી ગેંગસ્ટર સતિંદર સિહ ઉર્ફ ગોલ્ડી બરારએ એક ટ્વીટ કર્યું હતું અને જેમાં તેને સિદ્ધુની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી જો કે આ ટ્વીટ બાદ અત્યાર સુધી લોરેન્સ બિશનોઇ જેને આ હત્યાનો મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો છે.
તેની દિલ્હી પોલીસ દ્વારા અનેક વાર પૂછપરછ કરવામાં આવી હતી અને જે બાદ હાલમાં લોરેન્સ ની કસ્ટડી પંજાબ પોલીસને આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.જો કે હાલમાં અંગે વધુ એક ચોકાવનારી ખબર સામે આવી છે રિપોર્ટ અનુસાર સિંગર ની માતાએ લોરેન્સ ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ખબર અનુસાર તે લોરેન્સ ને મળી માત્ર એટલું જ કહેવા ઈચ્છે છે કે કોઈના દીકરાને મારવાને બદલે તેની સાથે વાત કરીને સમસ્યા દૂર કરી લેવી જો કે આ ખબર સાચી છે કે ખોટી અને જો ખબર સાચી હોય તો શું પોલીસ સિંગર ની માતાને આરોપી લોરેન્સ સાથે વાત કરવાની પરવાનગી આપશે કે કેમ?? આ તમામ સવાલોના જવાબ તો આવનાર સમય જ જણાવી શકે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.