ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ અને ક્વીંસલેન્ડના જંગલોમાં લાગેલી આગ જીવલેણ સાબિત થઇ રહી છે. ફાયર ફાઈટરો મહિનાઓથી આ આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહ્યું છે છતાંય સફળતા મળી નથી. જોકે હજી સુધી તેમને એટલી સફળતા નથી મળી. આગના કારણે જંગલો બરબાદ થઈ રહ્યા છે અને ધુમાડો શહેર સુધી પહોંચી રહ્યો છે. સ્થિતિ એવી છે કે સિડની છેલ્લા કેટલાય સમયથી આગની લપેટમાં છે અને તેના કારણે અહીંનો એર ક્વોલિટી ઈન્ડેક્સ જોખમી નિશાન કરતા 11 ગણો વધારે ઉપર પહોંચી ગયો છે. શહેરમાં એટલો વધારે ધુમાડો વધી ગયો છે કે તેના કારણે ઘર અને ઓફિસોમાં લાગેલા ફાયર અલાર્મ એક્ટિવ થઈને વાગી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ આ તસવીર પોસ્ટ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ધુમાડાના કારણે ફાયર એલાર્મ વાગી રહ્યા છે. લોકોને પોતાનું ઘર છોડીને બહાર નીકળવુ પડે છે. તેમાં યુનિવર્સિટી ઓફ સિડની પણ સામેલ છે. સિડનીમાં વાતાવરણ વધારે ખરાબ થયું હોવાથી અને એલાર્મ વારંવાર વાગચા હોવાથી ફેરી સર્વિસ પણ બંધ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.