સિડનીમાં કોરોનાના વધતા કેસ, ભારત -ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ પર સવાલ

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં કોરોનાના વધી રહેલા કેસોના કારણે અહીંયા રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચને લઈને સવાલો ઉભા થયા છે.

ઓસ્ટ્રેલિયાના મીડિયા રિપોર્ટ પ્રમાણે સિડનીમાં પહેલા ત્રીજી ટેસ્ટ રમાવાની હતી.તેની જગ્યાએ હવે ત્રીજી ટેસ્ટ બ્રિસેબેનમાં સાત થી 11 જાન્યુઆરીની વચ્ચે રમાઈ શકે છે અને સિડનીમાં 15 થી 19 જાન્યુઆરી વચ્ચે ચોથી ટેસ્ટ રમાઈ શકે છે.કોવિડના કેસ વધી રહ્યા હોવાથી ઈજામાંથી બહાર આવી રહેલા ઓસ્ટ્રેલિયાના બેટસમેન ડેવિડ વોર્નર અને ફાસ્ટ બોલર સીન એબોટ સિડની છોડીને મેલબોર્ન જતા રહ્યા છે.જ્યાં 26 ડિસેમ્બરથી બીજી ટેસ્ટ રમાવાની છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એક વિકલ્પ રુપે બીજી અને્ ત્રીજી ટેસ્ટનુ આયોજન મેલબોર્નમાં કરવા માટે પણ વિચારી રહ્યુ છે.ઉલ્લેખનીય છે કે, ભારત ચાર ટેસ્ટની સિરિઝમાં પહેલી ટેસ્ટ અત્યંત શરમજનક રીતે હારી ચુક્યુ છે.ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટના ઈ તિહાસનો સૌથી ઓછો સ્કોર 36 રન નોંધાવીને બીજી ઈનિંગમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.આ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ માત્ર સાડા ત્રણ દિવસમાં જીતી લીધી હતી.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.