ચોમાસુ હવે ધીરે ધીરે વિદાય લેશે. વિદાયના ચિહ્નનો તરીકે હાલમાં ચોક્કસ પ્રકારના જીવો આકાશમાં ઊડી રહ્યા છે. જે ચોમાસાની વિદાયના સંકેત બતાવે છે. સામાન્ય રીતે જ્યાં વરસાદ છે .ત્યાં જ ખલાસ થાય છે. જ્યાંથી વાદળા થતા હતા ત્યાં જ અલોપ થઈ જાય. પાણી સામાન્ય રીતે ઓસરવા માંડે રાત્રિના પહેલા પ્રહરમાં સુધી વરસાદનું જોર સામાન્ય રહે. મેઘરવો આવતો બંધ પડે.
કઠોળને એકદમ ફાલ આવવા માંડે,વાયવ્ય પવનનાં વાદળાઓ આવતા બંધ પડી જાય. આકાશનો રંગ રાતો થઈ જાય, કરોળિયા ઝાડ, થોર, ખડ અને ઘરમાં માળા બાંધવા માંડે, શિયાળુ અને પૂર્વનાં પવનના લહેરા આવે. વંટોળ પિૢમ તરફ જતો જણાય તો ધીરે ધીરે વરસાદની વિદાય ગણાય છે.
તા. ૧૫ સુધીમાં કોઈ ભાગમાં અવાજ આવતા પડવાની શક્યતા રહેશે.તા. ૨૫ સુધીમાં ભારે ગરમી પડશે. તા.૨૦-૨૧ ઓક્ટોબર માં પણ હવામાનમાં પલટો આવશે.
https://www.youtube.com/watch?v=1SWJSHwny6I
હવાનાં હળવા દબાણથી રાજયનાઓ ઉત્તર -પૂર્વીય કોઈ કોઈ ભાગોમાં મધ્ય ગુજરાતનાં કોઈ કોઈ ભાગોમાં, સૌરાષ્ટ્રનાં કેટલાંક ભાગોમાં માવઠાં જેવાં વરસાદની શકયતા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.