સિંધિયા એક માત્ર નેતા જે ક્યારે પણ મારી ઘરે આવી શકતા હતાઃ રાહુલ ગાંધી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવા માટે બહુ પ્રયત્ન કર્યા હતા પણ રાહુલ ગાંધીએ સિંધિયાને સમય આપ્યો નહોતો તેવા આરોપોને રાહુલ ગાંધીએ ફગાવી દીધા છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીને જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યુ હતુ કે, સિંધિયા એક માત્ર એવા વ્યક્તિ હતા જે ક્યારે પણ મારી ઘરે આવી શકતા હતા. કારણકે હું અને સિંધિયા કોલેજમાં સાથે ભણતા હતા.

સંસદ ભવનમાં એનસીપીના નેતા સુપ્રિયા સુળેએ જ્યારે રાહુલ ગાંધીને કોંગ્રેસમાં બે નિમણૂંક અંગે અભિનંદન આપ્યા ત્યારે તેમણે તેનો શ્રેય લેવાની ના પાડી દીધી હતી અને કહ્યુ હતુ કે, હું કોઈ નિમણૂંક કરવામાં સંકળાયેલો નથી.

આ પહેલા કોંગ્રેસે કહ્યુ હતુ કે, પાર્ટીમાંથી પ્રતિભાશાળી નેતાઓનુ પલાયન થવાની કોઈ વાત નથી. યુવા નેતાઓને આગળ વધવાનો મોકો મળી રહ્યો છે.તેમને જવાબદારી પણ અપાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.