કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે પોતાના ‘મિત્ર’ જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં સામેલ થવા પર પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. રાહુલે કહ્યું કે, સિંધિયાએ પોતાની વિચારધારાને ખિસ્સામાં રાખી પરંતુ તેમને જલદી અનુભવ થશે કે તેમણે શું કર્યું છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ભાજપમાં સિંધિયાને સન્માન મળશે નહીં.
સિંધિયાને સારી રીતે ઓળખું છું- રાહુલ
રાહુલ ગાંધીએ સિંધિયા સાથે પોતાની મિત્રતાને યાદ કરતા કહ્યું કે, તેઓ તેની વિચારધારાને સારી રીતે જાણે છે પરંતુ તેમણે રાજકીય ભવિષ્ય માટે વિચારધારાનો ત્યાગ કર્યો. રાહુલે કહ્યું, ‘આ વિચારધારાની લડાઇ છે, એક તરફ કોંગ્રેસ અને બીજીતરફ ભાજપ-આરએસએસ છે. હું જ્યોતિરાદિત્ય સિંધિયાની વિચારધારાને જાણું છું, તેઓ કોલેજથી મારા મિત્ર હતા, હું તેમને સારી રીતે જાણું છું.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.