સિંધુ સતત બીજી મેચ હારીને વર્લ્ડ બેડમિંટન ટુર ફાઈનલ્સમાંથી બહાર

ભારતની વર્લ્ડ ચેમ્પિયન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પી.વી. સિંધુ દુબઈમાં ચાલી રહેલી વર્લ્ડ બેડમિંટન ટુરની ફાઈનલ્સ ટુર્નામેન્ટમાં સતત બીજી મેચ હાર્યા બાદ આખરે બહાર ફેંકાઈ ગઈ છે. સિંધુને ચીનની ચેન યુ ફેઈએ ભારે સંઘર્ષમય મુકાબલામાં ૨૦-૨૨, ૨૧-૧૬, ૨૧-૧૨થી મહાત કરી હતી. નોંધપાત્ર છે કે, સિંધુ ગઈકાલે જાપાનની યામાગુચી સામે ૧૮-૨૧, ૨૧-૧૮, ૨૧-૮થી હારી ગઈ હતી.

વર્લ્ડ ટુર ફાઈનલ્સમાં ટોચની આઠ ખેલાડીઓ જ ભાગ લે છે, જેમને ચાર-ચારના બે ગૂ્રપમાં વહેંચવામા આવી છે. ગૂ્રપ સ્ટેજના અંતે ટોચ પર રહેનારી બે-બે ખેલાડીઓ સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવશે. સિંધુ આજે યુ ફેઈ સામે હારી પછી તેની આગેકૂચની આશા જીવંત તો જ રહે જોે યામાગુચી ચીનની હે બિંગ્જિયો સામે હારી જાય.

જોકે યામાગુચીએ બિંગ્જિયોને ૨૫-૨૭, ૨૧-૧૦, ૨૧-૧૩થી મહાત કરતાં સિંધુની આગેકૂચની આશા પર પાણી ફરી વળ્યું હતુ અને તે બહાર ફેંકાઈ હતી.

હવે આજે સિંધુ અને બિંગ્જિયો વચ્ચે આવતીકાલે આખરી લીગ મેચ રમાશે, જે ઔપચારિક બની રહેશે. ગૂ્રપ-એમાંથી યામાગુચી અને ચેન યુ ફેઈએ સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.