હજીતો બે દિવસ પહેલા સિંગતેલ અને કપાસિયાતેલના ઉપર 40 થી 50 રૂપિયાનો વાધારો થયો હતો. ત્યાં ફરી પાછો વધારો થયો છે. મહત્વનું છે કે, સટ્ટાખોરી, નફાખોરી અને રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2500ને પાર થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે સિંગતેલના એક ડબ્બાનો ભાવ રૂ.2450 હતો. જેમાં આજે એક જ ઝાટકે રૂ.70નો વધારો થયો છે. એટલે કે, ડબ્બાનો ભાવ રૂ.2520 થઈ ગયો છે.અને એવી જ રીતે કપાસિયા તેલનો ભાવ રૂ.2440 હતો જે આજે રૂ.2550 થઈ ગયો છે.
આમ સિંગતેલ કરતાં કપાસિયા તેલનો ભાવ વધુ વધ્યો છે. સિંગતેલના ભાવો વધતા મોટા ભાગના લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતાં. પણ હવે કપાસિયા તેલના ભાવ પણ ભડકે બળવા લાગ્યા છે. આવા સંજોગોમાં બંને ખાદ્ય તેલોનો ઉપયોગ સામાન્ય લોકો માટે હું..કારા બોલાવી દે તેમ છે. સિંગતેલ અને કપાસિયા તેલની સાથે સાથે મકાઈ, પામતેલના ભાવોમાં પણ વધારો નોધાયો છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ બારમાસી સિઝન શરૂ થઈ ગઈ છે. અને મસાલા, ઘઉંના ભાવો પણ વધી રહ્યાં છે.અને તેમાં ખાદ્યતેલના ભાવવધારો શરૂ થતાં લોકોના બજેટ પર અસર થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.