Uttar Pradesh : સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી, જો કોઈ મહિલા અથવા છોકરી તમને મળવા માટે બોલાવે છે તો ધ્યાનમાં રાખો કે, ” વો બુલાતી હૈ મગર જાને કા નહીં! ”
Uttar Pradesh : વો બુલાતી હૈ મગર જાને કા નહીં! આ વાક્ય તો તમે બધાએ સાંભળ્યું જ હશે. જોકે કેટલાક લોકો આ વાક્યને માનતા નથી અને પછી જે બને છે તે ખરેખર ચોંકાવનારું હોય છે. વાસ્તવમાં છોકરાઓ માટે એક ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કર્યા પછી, જો કોઈ મહિલા અથવા છોકરી તમને મળવા માટે બોલાવે છે તો ધ્યાનમાં રાખો કે, “વો બુલાતી હૈ મગર જાને કા નહીં!” હવે તમને થશે કે કેમ આવું ? તો હાલમાં ઉત્તર પ્રદેશથી સામે આવેલ એક સમાચારથી તમે સમજી અને ચેતી પણ જશો.
ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સોશિયલ મીડિયા દ્વારા મિત્રો બનાવીને મળવા બોલાવીને લોકોને બંધક બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે ત્રણ ગુનેગારોની પણ ધરપકડ કરી છે. આ ગેંગમાં અખિલેશ અહિરવાર (30), સતીશ સિંહ બુંદેલા (27) અને કિરણ (35) કે જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે તે તમામની ધરપકડ કરી લેવાઈ છે.
યુવકોને મળવા બોલાવતી યુવતી અને પછી……
ઝડપાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું કે, તેમની ગેંગમાં ઘણી સ્ત્રીઓ છે, જેઓ છોકરાઓ અથવા પુરુષોને ફોન પર લલચાવે છે અને પછી તેમને મળવા ઝાંસી બોલાવે છે. આ પછી તેઓ તેને બંધક બનાવે છે અને બદલામાં પૈસાની માંગ કરે છે. 50 વર્ષીય લલ્લુ ચૌબે ઝાંસી ગયો તેનું અપહરણ કરવામાં આવ્યું અને તેની પાસેથી 3 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી.
હવે જાણો કઈ રીતે ટોળકી ઝડપાઈ ?
વિગતો મુજબ પીડિત એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ પીડિતના પુત્રએ પોલીસને જાણ કરી કે, તેના પિતાનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેને ખંડણી માટે ફોન આવી રહ્યા છે. આ પછી પોલીસ ટીમ બનાવવામાં આવી હતી. પીડિતને શોધવા માટે એક પોલીસકર્મી કોન્સ્ટેબલનો વેશ ધારણ કરીને ખંડણીની રકમ ચૂકવવા ગયો હતો. જ્યારે પોલીસને આરોપીના લોકેશન વિશે માહિતી મળી ત્યારે દરોડો પાડવામાં આવ્યો અને પીડિતાને બચાવી લેવામાં આવી. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી એક મહિલા છે. પૂછપરછ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, તેમની ગેંગમાં ઘણી મહિલાઓ છે જે ખંડણી માટે આવી ઘટનાઓને અંજામ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.