Viral Video: સુદર્શન સેતુનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાપર્ણ પછી પુલની ટોચ ઉપર પહોંચી અમુક યુવાનોએ વીડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરતા સુરક્ષા સંબંધિત સવાલો ઉભા થયા છે. આ લોકો કેવી રીતે અને કોની મંજૂરીથી ઉપર પહોંચ્યા?
ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન સેતુનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે લોકાપર્ણ પછી પુલની ટોચ ઉપર પહોંચી અમુક યુવાનોએ વીડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાયરલ કરતા સુરક્ષા સંબંધિત સવાલો ઉભા થયા છે. આ લોકો કેવી રીતે અને કોની મંજૂરીથી ઉપર પહોંચ્યા? શું જનતાને પણ પુલની ટોચ ઉપર જવાની છૂટ આપવામાં આવશે?
વીડિયોમાં સ્પષ્ટ નજરે પડતા લોકો ફક્ત મોજમજા ખાતર ઉપર પહોંચ્યા હોય એવું દેખાઇ આવે છે. ત્યારે આ વિડીયોએ શું તંત્રની પોલ ખોલી નાંખી છે? લોકાર્પણ પહેલા પણ બે વખણ બ્રિજનાં ખાનગી ઉપયોગનાં વીડિયો વાયરલ થયા હતા. ત્યારેબાદ વધુ એક વિડીયોએ તંત્રને ફરી એક વખત સવાલો ઊભા થયા છે. જોકે, zee 24 kalak આ વાયરલ વિડિયોની પુષ્ટિ કરતું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.