સીરિયાના હેલિકોપ્ટર પર તુર્કી એ હુમલો કરીને હવામાં જ કટકા કરી નાખ્યાં, વાળ્યો બદલો

એક કલાક પહેલા સીરિયા અરબ એરફોર્સનું આ એમઆઈ-17 યુટિલિટી હેલિકોપ્ટર AL-નાયરાબ ઇડલિબ ઉપર શૂટ ડાઉન થયું હતું. અલકૈડા સંલગ્ન અને તુર્કિશ સમર્થિત લશ્કરીઓ આ હુમલાની જવાબદારી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તે પાક્કું છે કે તુર્કીએ આ હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું હતું.

એક પત્રકાર અને લશ્કરી ઉડ્ડયન વિશ્લેષક બાબક તગવૈએ તેના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, સીરિયન અરબ એરફોર્સના એમઆઈ-17 યુટિલિટી હેલિકોપ્ટર AL-નાયરાબ ઉપર ગોળીબાર કરનારી ક્ષણ. વિશ્લેષકે શેર કરેલો 70-સેકન્ડનો વીડિયો બતાવે છે કે તુર્કીએ આજે સીરિયાના ઇદલિબ શહેર ઉપર હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું

તુર્કીના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, તુર્કીએ પોતાના પાંચ સૈનિકોના મોતનો બદલો લેતાં સોમવારે સાંજે સીરિયન સરકારના 115 ઠેકાણા પર હુમલો કરી 101ને નષ્ટ કરી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.