સીરિયા / તુર્કીના હુમલામાં 60 નાગરિકોના મોત, કુર્દીશ ફોર્સને બચાવવા અમેરિકા ફરી સેના મોકલે તેવી શક્યતા

દમિશ્ક: તુર્કીએ આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતા સીરિયામાં કુર્દિશના ઠેકાણાઓ પર હુમલો ચાલુ રાખ્યો હતો. માનવધિકાર સંગઠન સીરિયન ઓબ્ઝર્વેટરી પ્રમાણે રવિવારે તુર્કીના હુમલામાં અંદાજે 26 લોકોના મોત થયા છે. આ દરમિયાન અમેરિકાના વિપક્ષી ડેમોક્રેટ પાર્ટીએ અપીલ કરી છે કે, ટ્રમ્પ સીરિયામાંથી સેના પરત ન બોલાવે. આ વિશે સંસદમાં એક પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે. ટ્રમ્પ પહેલાં જ કહી ચૂક્યા છે કે, તેઓ કુર્દીશ પર તુર્કીના હુમલા રોકવા માટે વધુ કડક પ્રતિબંધો લગાવશે.

તુર્કીએ કુર્દીશ વિરુદ્ધ સીરિયામાં બુધવારથી હુમલા શરૂ કર્યા છે. ત્યારથી અત્યાર સુધીમાં 104 કુર્દીશ સૈનિકો અને 60 સામાન્ય નાગરિકોના એર સ્ટ્રાઈકમાં મોત થયા છે. રવિવારે તુર્કીએ સામાન્ય નાગરિકોના વાહનો પર હુમલો કર્યો હતો. તેમાં ફ્રાન્સની એક ટીવી પત્રકાર સ્ટેફની પેરેજનો માંડ-માંડ જીવ બચ્યો છે. તેણે જણાવ્યું કે, ચેનલના અમુક સભ્યોનું આ હુમલામાં મોત થયું છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે સીરિયામાં આ હિંસાના કારણે 1,30,000 લોકોએ તેમનું ઘર છોડીને ભાગવું પડ્યું છે.

12 હજાર આઈએસ આતંકીઓ કુર્દીશની અટકાયતમાં

અમેરિકન ન્યૂઝ એજન્સી ‘ધી હિલ’ને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં સીનેટ (અમેરિકન ઉચ્ચ સદન)ના નેતા ચાર્લ્સ શુમરે કહ્યું કે, તેઓ ટ્રમ્પને અપીલ કરશે કે તેઓ સીરિયાથી તેમના સેના પરત ન બોલાવે. જેથી કુર્દીશોને બચાવી શકાય અને આઈએસના સૈનિકોને ભાદતા રોકી શકાય. હકીકતમાં કુર્દીશના કબજામાં 12 હજાર ઈસ્લામિક સ્ટેટના આતંકીઓ છે. શુમરે કહ્યું કે, અમે એવું પણ નક્કી કરવાનો પ્રયત્ન કરીશુ કે તુર્કી અમેરિકા સાથે કરવામાં આવેલી સમજૂતીઓનું સન્માન કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.