મહાસચિવ સીતારામ યેચુરીએ, પશ્ચિમ બંગાળમાં BJP અને કોંગ્રેસ પર, વિધાનસભા ચુંટણીમાં મતોનાં ધ્રુવિકરણનો, લગાવ્યો આરોપ

ભારતના કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)નાં મહાસચિવ સીતારામ યેચુરીએ પશ્ચિમ બંગાળમાં BJP અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર વિધાનસભા ચુંટણીમાં મતોનાં ધ્રુવિકરણનો આરોપ લગાવ્યો છે.

માર્ચ 2019 બાદ સીતારામ યેચુરી પહેલી વખત એક બેઠકમાં ભાગ લેવા કોલકાતા પહોચ્યા હતાં, બે દિવસની બેઠક સોમવારે બપોરે સમાપ્ત થયા બાદ યેચુરીએ કહ્યું કે સીટોની વહેંચણી અંગે કોંગ્રેસ સાથે ચર્ચા શરૂ થઇ છે.

ખેડુત આંદોલન અંગે ચર્ચા કરતા યેચુરીએ કહ્યું કે કેન્દ્રની નિતીઓ વિરૂધ્ધ પશ્ચિમ બંગાળમાં અસંતોષનો માહોલ છે, ઉદાહરણ તરીકે ખેડુતોનાં અનાજની કિંમત 1250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળી રહી છે, જ્યારે ખરીદ મુલ્ય 1880 રૂપિયા નક્કી કરાયું છે, તેમણે કહ્યું અમે રોજગારીનો મુદ્દો ઉઠાવીને ધૃવીકરણને દુર કરી છું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.