ભાવનગર જિલ્લા ના પાલીતાણા માંથી યુવતીને ભગાડી જઇ ધર્મપરિવર્તન કરી લગ્ન કરી લેવાના બનાવ માં યુવક તથા તેને સાથ આપનારાઓ મળીને કુલ છ આરોપીઓ સામે ભાવનગર એલસીબી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના પાલીતાણા ખાતે રહેતા ચેતનભાઇ એ તા.25/11/2021ના રોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રી ગુમ થયા અંગે ફરિયાદ આપ્યા બાદ તપાસ દરમ્યાન ચેતનભાઈ ની પુત્રી ને પાલીતાણા ખાતે રહેતો જાકીર હારૂનભાઇ સૈયદ નામનો યુવક ભગાડી ગયાનું બહાર આવતા આ બનાવે સ્થાનિક વિસ્તારમાં ભારે સનસનાટી મચાવી હતી અને ભારે દેકારો બોલી જતા આ કેસ ની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોપવામાં આવી હતી.
દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાંચ ની જુદી જુદી ટીમો કામે લાગતા જાકીર સૈયદ સુરત ખાતે હોવાની ગુપ્ત બાતમી મળતા યુવતી અને જાકિર ને ભાવનગર ખાતે લવાયા હતા.
ભાવનગર જીલ્લા ખાતે લાવી જાકીર સૈયદની પુછપરછ દરમ્યાન તેણે જણાવેલ કે યુવતી તથા પોતાને પ્રેમ સંબંધ હોવાથી બંન્ને ઘરેથી ભાગી ગયા હતા અને દિલ્હી ખાતે કોર્ટમાં મુસ્લીમ રીત રીવાજ મુજબ સ્પેશ્યલ મેરેજ એકટ મુજબ બંન્નેએ લગ્ન કરી લીધેલ હોવાનું જણાવેલ પરંતુ ઓરીઝનલ પ્રમાણપત્રો રજુ કરેલ નહી અને મોબાઇલ ફોનમાં વોટસએપમાં પ્રમાણપત્રો રજુ કરેલ અને મેરેજ અંગેના પ્રમાણપત્રો કોર્ટમાં રજુ કરેલ હોવાની હકિકત જણાવેલ હતી.
મજકુર જાકીર સૈયદે રજુ કરેલ પ્રમાણપત્રોની ઓરીઝનલ નકલો રજુ કરેલ ન હોવાથી રજુ કરેલ પ્રમાણપત્રો ફીઝીકલ વેરીફાઇ કરવા જરૂરી જણાતા પોલીસ અધિક્ષકની સુચનાથી એલ.સી.બી. ભાવનગરના પો.સ.ઇ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. ટીમ દિલ્હી ખાતે તપાસણી અર્થે મોકલેલ હતા અને દિલ્હી ખાતે તપાસણી કરતા હકિકત જાણવા મળેલ કે, મજકુર જાકીર સૈયદે રજુ કરેલ નીકાહનામું તથા મેરેજ પ્રમાણપત્રો બનાવટી અને ઉપજાવી કાઢેલા અને રજુ કરેલ સાહેદો પણ બનાવટી હોવાનું પણ ખરાઇ દરમ્યાન બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
આમ પાલીતાણા ખાતેથી એક માસ પુર્વે ગુમ થનાર યુવતીને પાલીતાણાના યુવક જાકીર હારૂનભાઇ સૈયદે લગ્ન કરવાની લાલચે બનાવટી અને ઉપજાવી કાઢેલ નિકાહનામું તથા ધર્મપરિવર્તન પ્રમાણપત્રો ઉભા કરી ખોટા સાહેદો રજુ કરી ગુમ થનારને સાચી રીતે સ્પેશ્યલ મેરેજ એકટ મુજબ લગ્ન થયેલ હોવાનો ભરોસો અને વિશ્ર્વાસ આપી ગુન્હો આચરેલ હોવાનું ફલીત થતા એલ.સી.બી. ભાવનગરના પો.સ.ઇ. એન.જી.જાડેજા એ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આરોપી (1) જાકીર હારૂનભાઇ સૈયદ રહેવાસી પાલીતાણા જી. ભાવનગર તથા તેને મદદગારી કરનાર આરોપીઓ (1) ગુલાબખાન હબીબખાન પઠાણ રહેવાસી વડવા ભાવનગર (2) આફતાબ ઉર્ફે અલ્તાફ અહેમદભાઇહુશેન શેખ રહેવાસી કોડીનાર જી. ગીર સોમનાથ (3) મહમંદસાહીલ ઉર્ફે સાહેલબાપુ મહંમદઅમીન કાદરી રહેવાસી કોડીનાર જી. ગીર સોમનાથ (4) નિતુ અનુપસીંગ વત્સ રહેવાસી ન્યુ દિલ્હી (5) નિતુ વત્સનો માણસ રાજેશભાઇ રહેવાસી દિલ્હી વાળાઓ વિરૂધ્ધમા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એલ.સી.બી. ભાવનગરના પો.સ.ઇ. એન.જી.જાડેજા ચલાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.