રાજકોટનાં ગાયત્રીનગર રોડ પર આવેલ ફરસાણ અને મીઠાઈની દુકાનો પર આરોગ્ય વિભાગનાં દરોડા પાડ્યા હતા. ખાધતેલની ચકાસણી કરીને નમૂના લીધાં હતાં.
પરંતુ મોટી રેસ્ટોરન્ટ અને હોટલ પર તપાસ કરવામાં આવી ન હોતી. જેથી લોકોમાં રોષ ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે.એવામાં તહેવારોમાં કરોડો રૂપિયાની મીઠાઈ લોકો આરોગી લેતાં હોય છે. એટલે કે આ મીઠાઈ તો અખાધ ચીજવસ્તુઓનો ઉપયોગ થતો નથી. જેનાથી લોકોનાં સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચતું હોય છે.
એમાંય તાજેતરમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહયો છે. ત્યારે તેને ધ્યાનમાં રાખી માવાની મીઠાઈની દુકાનો માં આરોગ્ય વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્યારે આજ રોજ રાજકોટના ગાયત્રીનગર રોડ પર આવેલી ફરસાણ અને મીઠાઈની દુકાનમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ કરી મીઠાઇના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. બાદમાં આ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. પરંતુ મોટી રેસ્ટોરન્ટ અને હોટલ પર તપાસ કરવામાં ન આવતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.
https://www.youtube.com/watch?v=j2k_NuS5OIc&t=647s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.