માત્ર બે જ મિનિટમાં 50% સુધી ફાસ્ટ ચાર્જ થશે સ્માર્ટફોન, જાણો શું છે 300 W ચાર્જિંગ ટેક્નોલોજી..

સામાન્ય રીતે ફોનને ફૂલ ચાર્જ થતા 1 કલાક જેટલો સમય લાગે છે. અને આટલો લાંબો સમય ફોન વિના બેસી રહેવું કંટાળાજનક લાગે છે અને કેટલાક લોકો ફોન ચાર્જિંગમાં લગાવીને પણ વાપરતા તમે જોયા હશે. જો કે આમ કરવું ઘણીવાર ખતરનાક સાબિત થઇ શકે છે. જો કે હવે ટેક્નોલોજીમાં વિકાસ થયો છે. તમારે હવે ફોનને ચાર્જ કરવા માટે લાંબો સમય નહિ મુકવો પડે, માત્ર બે મિનિટમાં તમારો ફોન 50% ચાર્જ થઇ જશે અને હવે નવી ટેક્નોલોજી સુપરફાસ્ટ ચાર્જિંગ(Superfast Charging) દ્વારા થોડી મિનિટોમાં સરળતાથી તમારા ફોનને ચાર્જ કરી દેશે. સ્માર્ટફોન બ્રાન્ડ નિર્માતા ઓપ્પો હવે એક નવા ઝડપી ચાર્જિંગ સોલ્યુશન પર કામ કરી રહી છે, જેના દ્વારા સ્માર્ટફોન માત્ર 2 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ જશે તો આવો જાણીએ Oppo 300W સુપર ચાર્જિંગ વિશે

ઓપ્પો ટૂંક સમયમાં માર્કેટમાં 300W સુપર Vooc ફાસ્ટ ચાર્જર લોન્ચ કરી શકે છે, જે બજારમાં પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા Redmi 300W ચાર્જરને સ્પર્ધા આપશે. બીજી તરફ, તાજેતરમાં Infinix એ 260 W ઓલ-રાઉન્ડ ફાસ્ટ ચાર્જર પણ લોન્ચ કર્યું છે, જે એક મિનિટમાં સ્માર્ટફોનને 0 થી 25% સુધી ચાર્જ કરે છે અને જ્યારે Oppo 300W સુપર ફાસ્ટ ચાર્જર આ બધા સાથે સ્પર્ધા કરશે.

Oppo 4450 mAh બેટરી સાથે 300 W સુપર Vooc ફાસ્ટ ચાર્જિંગ(Charging) ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે, જ્યાં આ ટેક્નોલોજી પર કામ થતાંની સાથે જ Oppo 300W સુપર ફાસ્ટ ચાર્જર એક વર્ષની અંદર લૉન્ચ થઈ જશે અને આ સાથે Oppoએ દાવો કર્યો છે કે Oppo 300W સુપર ફાસ્ટ ચાર્જર માત્ર 2 મિનિટમાં યૂઝર્સના સ્માર્ટફોનને 50% સુધી ચાર્જ કરી દેશે.

Redmiનું 300 W ચાર્જર હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ છે અને જે 5 મિનિટમાં સ્માર્ટફોનની બેટરીને પૂર્ણ રીતે ચાર્જ કરવાનો દાવો કરે છે. જ્યારે આ ચાર્જર 4,100 mAh બેટરીને 43 સેકન્ડમાં 10% સુધી, 2 મિનિટ 13 સેકન્ડમાં 50% સુધી ચાર્જ કરે છે, Oppo 300W સુપર ફાસ્ટ ચાર્જર તેનાથી પણ વધુ ઝડપે ચાર્જ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.