સુરત સિટી બસમાં ટિકિટ વિના મુસાફરી કરનારાઓ બાબતે સુરત મહાનગર પાલિકા કમિશ્નરે મોટો નિર્ણય લીધો છે. સિટી બસમાં ટિકિટ વિના જો કોઈ મુસાફર પકડાશે તો એજન્સી પાસેથી દંડની વસૂલાત કરવામાં આવશે. તમામ મુસાફરોની પેનલ્ટી વસૂલ કરવા માટે મનપાએ આદેશ આપ્યો છે. કેટલાક કંટક્ટરો દ્વારા મુસાફરોને ટિકિટ જ નહોતી અપાતી. આ મામલે વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ અમુક કંડક્ટરોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.
સુરત સિટી બસમાં મુસાફરી કરતા કોઈપણ મુસાફર જો ટિકિટ વિના પકડાશે તો તમામ મુસાફરીની ટિકિટનો દંડ એજન્સી પાસેથી લેવામાં આવશે. આ કૌભાંડ કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું. તેઓ મનપા કમિશ્નરના આ નિર્ણય બાબતે કહે છે કે, એક પણ વ્યક્તિ જો ટિકિટ વિના પકડાશે તો તેનો દંડ આખી બસને ફટકારવામાં આવશે. અને એજન્સી પાસેથી આખી બસનો દંડ વસૂલ કરવામાં આવશે. છેલ્લા 2 મહિનાથી ઘણાં લોકો આ રીતે ટિકિટ વિના મુસાફરી કરતા હતા. તે અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે આવકાર્ય છે અને સારો છે. તમામ લોકોને કહેવા માગુ છું કે ટિકિટ લઈને જ તેઓ બસમાં બેશે.
જણાવી દઈએ કે, સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં કંડકટર દ્વારા મુસાફરો પાસેથી પૈસા લઇને ટિકિટ ન આપવાના કૌભાંડનો પર્દાફાશ કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા દ્વારા કરવામાં આવ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.