સુરત: (Surat) ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણને (Corona Virus) જોતા સુરતની સ્થિતિ ગંભીર બની રહી છે. એવામાં સુરત મહાનગર પાલિકાના કમિશનર દ્વારા દરરોજ લોકોને જાગૃતિ માટે સંદેશ આપવામાં આવી રહ્યા છે. જેથી કરીને લોકો સજાગ બને અને કોરોના ફેલતા અટકાવી શકે. દરમ્યાન પાલિકા કમિશનરે (Surat Municipal Corporation Commissioner) મંગળવારે બપોરે લોકોને મેસેજ આપતા જણાવ્યું હતું કે સુરતની સ્થિતિના સંદર્ભમાં હાલ જે તમામ વિશ્લેષણ થઈ રહ્યા છે તેમાંથી તમામ બાબતો લોકોના ધ્યાન પર આવવી જરૂરી છે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઇન્ડોર હોય તેને કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા વધુ રહેલી છે. જેમકે હોટલ (Hotel), ઓફિસ (Office), વર્કપ્લેસ વગેરે વિસ્તારોમાં ઇન્ફેક્શન (Infection) થવાનું ખૂબજ હાઈ રિસ્ક છે. ઇન્ફેક્શનના ચાન્સીસ ત્યારે વધી જાય છે જ્યારે વધારે સમય લોકો એક જ રૂમમાં એક બીજા સાથે રહે છે. તેમણે એસી પર ભાર મુકતા કહ્યું હતું કે વધુ લોકો એક રૂમમાં એસી (AC) માં બેઠા હોય તો કોરોના સંક્રમણના ચાન્સ વધી જાય છે.
જ્યારે પણ લોકો ઇન્ડોર (Indoor) હોય અને એસી ચાલતું હોય તો પણ વેન્ટીલેશન રાખવું જરૂરી છે. ઇન્ડોરમાં જે લોકો હોય તો તેઓને અચૂક પણે માસ્ક પહેરવું જરૂરી છે. સાથેજ વેન્ટીલેશન હોવું ખૂબજ જરૂરી છે. વેન્ટીલેશનમાં ઓછા સંક્રમણનાં ચાન્સીસ હોય છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સાંકડી ગલીઓ, વધુ ગીચતા વાળા વિસ્તારમાં કોરોના ફેલાવવાના વધુ ચાન્સીસ હોય છે. લોકો વધુ સમય અન્ય લોકો સાથે વિતાવે છે ત્યારે સંક્રમણની શક્યતા વધું થઈ જાય છે.
(Surat) શહેરમાં સોમવારે કોરોનાનો આંક 5894 પર પહોંચ્યો હતો. સોમવારે વધુ 201 પોઝિટિવ કેસ (Positive Case) નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે. આ સાથેજ સુરતમાં મૃત્યુઆંક 230 પર પહોંચ્યો છે. દરમ્યાન વરાછા-એ ઝોનમાં 35, વરાછા-બી ઝોનમાં 37 અને કતારગામ ઝોનમાં 26 કેસ નોંધાયા છે. કતારગામ ઝોન બાદ હવે વરાછા ઝોનમાં વધતા કેસોને પગલે પાલિકા કમિશ્નર દ્વારા શહેરના વરાછા ઝોન-એ ની મુલાકાત લેવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.