સુરત. શહેરના વરાછા વિસ્તારમાં ધન્વંતરી રથ દ્વારા કોરોનાને લઈ કરાતા રેપિડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે ફક્ત મૌખિક રીતે જણાવવામાં આવે છે. જોકે, લેખિત નહીં અપાતા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સુરત શહેર પ્રભારી રામ ધડુકે ફેસબૂક પર લાઈવ કરી પાલિકાની પોલ ખોલી છે.
SMC દ્વારા વસૂલાતા 450 રૂપિયા નહીં વસૂલવાનો આદેશ કર્યો છે.
વરાછા ઝોનના આરોગ્ય અધિકારીને રામ ધડુકે ફોન કરતા તેઓએ જણાવ્યું કે, 450 રૂપિયા ભરી SMCની પાવતી લીધા પછી જ રેપિડ ટેસ્ટનો રિપોર્ટ અપાશે. જ્યારે SMC કમિશનર દ્વારા તાજેતરમાં જ પ્રેસ કોન્ફરન્સ કરી SMC દ્વારા વસૂલાતા 450 રૂપિયા નહીં વસૂલવાનો આદેશ કર્યો છે. જોકે, કોરોના રેપિડ ટેસ્ટનો રિપોર્ટ મેળવવા 450 રૂપિયા ભરવા પડશે આવી વાત આરોગ્ય અધિકારી કેમ કરી રહ્યા છે. હાલ સુરતમાં હીરાના કારખાનાઓમાં બોર્ડ લાગ્યા છે જે કારીગરનો કોરોના ટેસ્ટ કરવો ફરજિયાત છે તેમજ જોઓનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવશે એને જ કામ પર પ્રવેશ મળશે.
પાલિકા કમિશનરને આવેદનપત્ર અપાશે
રામ ધડુકે વધુમાં જણાવ્યું હતું કે, ખાનગી લેબમાં આ ટેસ્ટનો ચાર્જ 3500-4000 હજાર છે. જે કારીગર વર્ગને પોસાય તેમ નથી તેમજ ધંધા-રોજગાર બંધ છે તો તે રૂપિયા ક્યાંથી લાવશે. આખા સુરતમાં ધનવંતરી રથ દ્વારા રેપિડ ટેસ્ટ થાય છે પણ દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે કે પોઝિટિવ એનું કોઈ લેખીત આધાર આપવામાં આવતો નથી. કોરોના ટેસ્ટ નેગેટિવ આવનાર રત્નકલાકાર કામે તો બેસી શકે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે તે માટેની અમારી લડાઈ છે. પોઝિટિવ આવનારને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની જવાબદારી પાલિકાની છે પણ ટેસ્ટ કરાયા બાદ રત્નકલાકારને જતો કરી દેવાય છે. આને લીધે કોરોના સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે. આવી બેદરકારી માટે કોણ જવાબદાર છે. આવતી કાલે આમ આદમી પાર્ટી પાલિકા કમિશનરને આવેદનપત્ર આપી આ અંગે ઉગ્ર રજૂઆત કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.