સમગ્ર દુનિયાએ આગળ આવી,ભારતની મદદ કરવી જોઈએ- સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી અસ્થાયી હેલ્થ ફેસિલિટીજ માટે ટેન્ટ અને બેડ પણ પુરા પાડાયી રહ્યા છે. આ ઉપરાંત એજન્સીએ હજારો પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ પણ તૈનાત કર્યા છે. જેથી કોરોના સંક્રમણને પહોંચી વળી શકાય. એટલુ જ નહીં યુનિસેફ અને યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરફથી ભારતમાં 1, 75, 000 રસી સેન્ટરના મોનિટરીંગમાં મદદ કરવામાં આવી રહી છે.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ તરફથી ભારતને અત્યાર સુધી 10 હજાર ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને 1 કરોડ મેડિકલ માસ્કનો સપ્લાય કરવામાં આવી છે.  સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટરેસના પ્રવક્તા તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્રની ટીમે ભારતની મદદ માટે વેન્ટિલેટર્સ અને ઓક્સિજન જનરેટિંગ પ્લાન્ટસ પણ ખરીદ્યા છે. આ ઉપરાંત યુનિસેફ તરફથી કોરોનાને પહોંચી વળવા માટે જરુરી ઉપકરણોની સપ્લાય ભારતને આપવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે અમારી ટીમ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ મશીન અને કિટ્સ પણ ખરીદી કરી છે આ ઉપરાંત એરપોર્ટસ થર્મલ સ્કેનર પણ ખરીદવામાં આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાનુંસાર અત્યાર સુધીમાં કોરોનાના 2 કરોડથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે અને 226000 લોકોના મોત થઈ ચૂક્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.