સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું , અમદાવાદમાં 10 ડિગ્રી અને આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન

અમદાવાદ: ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષા અને કડકડતી ઠંડીને પગલે રાજ્યમાં કોલ્ડવેવનું મોજું ફરી વળ્યું છે. મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીની નીચે નોંધાયો હતો. નલિયા 3.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 10 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં 2થી 3 તાપમાન નીચું જશે. તેમજ માઉન્ટ આબુમાં આજે માઈનસ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતમાં ભારે હિમ વર્ષા થતા ઠંડી વધી છે. હિમાચલ, કાશ્મીરની હિમ વર્ષાની ગુજરાતમાં પણ અસર જોવા મળે છે. હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી અને કચ્છમાં ઠંડા અને સુકા પવન ફુંકાશે. તેમજ 24 કલાક દરમિયાન 2 થી 3 ડિગ્રી લઘુતમ તાપમાન ઘટશે. જેના કારણે શિયાળાની ઠંડીનો અહેસાસ લોકો થશે. આગામી બે દિવસ ઠંડીનુ જોર યથાવત રહેશે.

અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લાં 4 દિવસમાં 3 ડિગ્રી ગગડ્યું હતું. નલિયા બાદ ડીસા 7.8 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.