અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે અમારી સમીક્ષા અને રિપોર્ટ દર્શાવે છે કે ડબ્લ્યુએચઓની રિપોર્ટમાં જરુરી ડેટા, જાણકારીનો અભાવ છે અને તે અધૂરી છે.
પ્રાઈસે કહ્યું કે અમે ડબ્લ્યૂએચઓને અપીલ કરીએ છીએ કે ચીન સહિત અન્ય દેશોમાં બીજા દોરનો અધ્યયન રિપોર્ટ તાત્કાલીક જારી કરવામાં આવે જેથી પારદર્શિતા બનેલી રહે.
આપણે સમજવું પડશે કે અહીં હું આપણે શબ્દનો પ્રયોગ કરી રહ્યો છે. જે તમામ લોકો માટે છે અને આપણે શોધવું જોઈએ કે કેવી રીતે આ વાયરસની ઉત્પત્તિ થઈ અને ભવિષ્યમાં આનાથી કોઈ શીખ મેળવી શકાય.
ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોનાએ વિશ્વને પોતાના કહેરની ઝપેટમાં લઈ લીધું છે. જેને જોતા ગત 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના 6 લાખ 50 હજાર 696 નવા કેસ આવ્યા છે.
12 હજાર 950ના મૃત્યુ થયા છે. ત્યારે હાલ વૈશ્વિક સ્તરે કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 2 કરોડ 29 લાખ 78 હજાર 513 છે. તો અત્યાર સુધીના કુલ કેસનો આંકડો 13 કરોડ 36 લાખ 74 હજાર 287 છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.