સમગ્ર કેરળમાં લોકડાઉન રહેશે,સીએમના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પરથી જાહેરાત કરાઈ

કોરોનાના વધતા કેસની વચ્ચે કેરળ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

કેરળના સીએમના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટમાં કહેવામાં આવ્યુ કે સીએમ દ્વારા નિર્દેશના અનુસાર કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખી 8 મેથી 16મે સવારના 6 વાગ્યા સુધી સમગ્ર કેરળમાં લોકડાઉન રહેશે.

કેરળમાં એક દિવસમાં 41 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. ત્યારે 58 લોકોના મોત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુંસાર બુધવારે કેરળમાં કોરોનાના 41, 953 નવા કેસ સામે આવ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.