આ સ્મોલકેપ શેર બન્યો મ્યૂચ્યુઅલ ફંડ્સનો ‘ડાર્લિંગ શેર’, બેફામ ખરીદી કરી રહ્યા છે; તમે ટ્રાય કરશો

ભારતીય શેરમાર્કેટમાં 2024ની શરૂઆતથી જ ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. પ્રથમ બે મહિનામાં બજેટને લઈને વોલાટીલિટી રહી, હવે સ્થાનિક અને વૈશ્વિક મોંઘવારી અને વ્યાજદરમાં વધારા-ઘટાડાની આશા-આશંકા વચ્ચે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને બાદમાં વ્યાજદર-મોંઘવારીની સાથે લોકસભા ચૂંટણી 2024ને કારણે પણ અપ-ડાઉન વધુ રહેવાની આશંકા છે. આ સ્થિતિમાં રોકાણકારો અને ખાસ કરીને નાના રોકાણકારો મજબૂત અને નેક્સટ જેન કંપનીમાં રોકાણ કરીને કમાવવાની તકો શોધી રહ્યાં છે.આજકાલ નાના રોકાણકારોની નજર માત્ર અનુભવી રોકાણકારોના પોર્ટફોલિયો પર જ નજર નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડની ખરીદી પર પણ છે. રિટેલ રોકાણકારો પણ હવે મ્યુચ્યુઅલ ફંડનું વધુ રોકાણ હોય કે તાજેતરમાં સંસ્થાગત રોકાણકારોએ વધુ ખરીદારી કરી હોય તેવી કંપનીઓ જાણવા અને તેમાં રોકાણ કરવા ઉત્સુક હોય છે. કહેવાય છે કે ફંડ મેનેજર્સ માત્ર અર્નિંગ સ્ટોક્સમાં જ રોકાણ કરે છે.સેક્ટરમાં આવક થશે – સેમકો મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ઉમેશ કુમાર મહેતાએ જણાવ્યું હતું કે તેઓ પાવર સેક્ટર વિશે ઉત્સાહિત છે. મૂડી બજારોમાં 24 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા ઉમેશ કુમારે જણાવ્યું હતું કે, “સૌર અને પવન અને ગ્રીન હાઇડ્રોજન એમ બંને દ્વારા રિન્યુએબલ એનર્જી દ્વારા પાવર વધારવાનો રોડ મેપ આગામી કેટલાક વર્ષોમાં પાવર સ્ટોક્સ માટે ફાયદાકારક સાબિત થશે.”સુઝલોન એનર્જી ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડોએ ગયા મહિને સ્મોલ કેપ કેટેગરીમાં ઓલકાર્ગો લોજિસ્ટિક્સ લિમિટેડ, રેઇન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને કરુર વૈશ્ય બેન્ક લિમિટેડમાં પણ ભારે ખરીદી કરી હતી. સામેપક્ષે SJVN લિમિટેડ, ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, સીઈએસસી લિમિટેડ, સાઉથ ઈન્ડિયન બેંક અને એનએમડીસીમાંથી સંસ્થાકીય રોકાણકારોએ ગત મહિને હિસ્સો ઘટાડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.