ઇન્ડોનેશિયાનું માત્ર બે વર્ષનું એક બાળક ચેન સ્મોકર બની ગયું હતું અને તે દરરોજ 40 સિગરેટ પીતો હતો. આ બાળકનું નામ અર્દી રિજાલ છે અને તે સુમાત્રાનો રહેવાસી છે. આ બાળકે 7 વર્ષ પહેલાં જ્યારે સિગરેટ પીવાનું છોડી દીધું તો તેની હાલત ખરાબ થઇ ગઇ હતી અને સિગરેટ પીવાની ગંદી આદત છોડ્યા બાદ હવે આ બાળક કોઇને ઓળખાતો જ નથી. આખી દુનિયામાં આ બાળકની ચર્ચા થઇ રહી છે.
ચેન સ્મોકિંગના લીધે અર્દીની હાલત એવી થઇ ગઇ હતી કે તેને સેગિરેટ ના મળતા તે દિવાલ સાથે માથું પછાડતો હતો. 2010ની સાલમાં તેની સિગરેટ પીતી તસવીર આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. સિગરેટ છોડવાની કઠિન પ્રક્રિયામાંથી સફળતાપૂર્વક પસાર થયા બાદ હવે તે ફળ તથા શાકભાજી ખાય છે. તેનાથી તેના શરીરમાં ક્રાંતિકારી ફેરફાર આવી ગયો છે.
અર્દીએ 2017માં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા માટે સિગારેટ છોડવી ખૂબ જ મુશ્કેલ હતી. જો હું સિગારેટ ન પીઉં તો મારા મોઢાનો ટેસ્ટ ખરાબ થઇ જતો હતો અને માથું ચક્કરાવે ચઢવા લાગતું હતું. હવે તેણે સિગારેટ છોડી દીધા બાદ કહ્યું કે હવે હું ખુશ છું અને હું વધુ ઉત્સાહી બન્યો છું. મારું શરીર હવે તાજગી અનુભવે છે. દુઃખની વાત એ હતી કે અર્દીને પોતાના પિતાએ તેને પહેલી વાર ધૂમ્રપાન કરાવ્યું હતું જ્યારે તે માત્ર 18 મહિનાનો હતો.
જ્યારે અર્દી સિગારેટ ના મળવા પર માથા પછાડતો હતો ત્યારે તેની માતા ડિયાને એ સરકારના ICU નિષ્ણાતની મદદ માંગી. ડિયાને કહ્યું કે જ્યારે અર્દીએ પહેલીવાર સિગારેટ છોડી ત્યારે તેણે તેનું માથું દિવાલ સાથે મારવાનું શરૂ કર્યું અને સિગારેટ ન મળતાં તે પાગલ થઈ ગયો હતો અને પોતાને જ મારતો હતો. ત્યારબાદ મારે તેને સિગારેટ આપવી પડતી હતી. જો કે હવે એવું નથી હું તેને સિગારેટ નથી આપતી પરંતુ તે ખૂબ ખાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.