Smoking Risk: ઓછું સ્મૉકિંગ કરવા પર પણ સ્ટ્રોકનું જોખમ વધી શકે છે

વિશ્વભરમાં સ્મૉકિંગ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ સ્મૉકિંગની આદત હજુ વધુ લોકોના જીવન સાથે જોડાઇ રહી છે. આપણે બધા જાણીએ છીએ કે સિગરેટ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે, તેમછતાં લોકો સિગરેટ પીવાની કુટેવ છોડતાં નથી. જેનાં પરિણામે આપણા જીવનું જોખમ ઘણું વધી જાય છે. હવે એક નવા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ ક્યારેક-ક્યારેક પણ સ્મૉકિંગ કરે છે તેનામાં પણ સ્ટ્રોકથી મરવાની શક્યતાઓ સામાન્યની સરખામણીમાં કેટલાય ઘણી વધારે હોય છે. રિસર્ચ અનુસાર સ્મૉકિંગના કારણે સબરેક્નોઇડ હેમરેજ subarachnoid hemorrhage (SAH)ના કારણે મૃત્યુના કેસ વધી રહ્યા છે. આ હેમરેજ મગજમાં લોહી ફેલાવાનો એક પ્રકાર છે. એટલે કે મગજની નસોમાં લોહી પ્રસરવાનું શરૂ થઇ જાય છે. રિસર્ચ અનુસાર વ્યક્તિ ભલે ઓછું સ્મૉકિંગ કરતો હોય અથવા વધારે સ્મૉકિંગ કરતો હોય બંને કેસમાં મૃત્યુ દર વધારે જોવા મળ્યા છે. આ રિસર્ચ જર્મનીના હેલિંસ્કી યૂનિવર્સિટીમાં કરવામાં આવ્યો છે.

સ્મોકના કારણે ધમની જકડાઇ જાય છે

શોધકર્તાઓએ પોતાના અભ્યાસમાં 16 હજાર જુડવા લોકો પર પરીક્ષણ કર્યા બાદ તે જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું એસએએચ કોઇ આનુવાંશિકતાનું પરિણામ છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ બીમારી કોઇ પણ પ્રકારે આનુવાંશિકતાના કારણે નથી થતી પરંતુ તેનું મૂળ કારણ સ્મૉકિંગ છે. ઓછું સ્મૉકિંગ કરનારા લોકોમાં પણ આ જોખમ જોવા મળ્યું છે.

એસએએચથી સ્ટ્રોક આવે છે અને ત્યારબાદ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે. આ રિસર્ચમાં જુડવા લોકોને એટલા માટે સામેલ કરવામાં આવ્યા છે કારણ કે તેમાં તે વિશે જાણવાનું હતું કે આ બીમારી પાછળ કોઇ આનુવાંશિક કારણ તો નથી ને. રિસર્ચ અનુસાર બે જુડવા ભાઇ જેમાં એક સ્મોક કરતો હતો અને એક નહીં, સ્મોક કરનાર લોકોમાં સ્ટ્રોકનું જોખમ કેટલાય ગણું વધારે હતું.

શ્વાસ રોગના નિષ્ણાંતે જણાવ્યું કે આ રિસર્ચથી ચોંકાવનારા પરિણામ જાણવા મળ્યા છે. તેમણે જણાવ્યું કે આ મામલામાં જોવા મળ્યું છે કે સ્મૉકિંગ કરનારા હાઇપરટેન્શનનો શિકાર થઇ જાય છે અને તેથી તેમને સ્ટ્રોક થઇ જાય છે. તેમણે કહ્યું કે સ્મૉકિંગના કારણે ધમનીઓ જકડાઇ જાય છે જેનાથી સ્ટીફનેસ વધી જાય છે અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.