સમુદ્રી લૂંટારૂઓએ 18 ભારતીયોનું કર્યું અપહરણ, આ દેશના ઝંડાવાળા જહાજને લીધું બાનમાં

નાઇજીરિયાના દરિયાકિનારે પાસેથી સમુદ્રી લૂંટારૂઓએ હોંગકોંગના ઝંડાવાળા જહાજમાં સવાર 18 ભારતીયોનું અપહરણ કરી લીધું. સમુદ્રી ઘટનાઓ પર નજર રાખનાર એક વૈશ્વિક એજન્સીએ આ માહિતી આપી છે.

સત્તાવાર સૂત્રોએ કહ્યું કે ભારતીયોના અપહરણના સમાચાર બાદ નાઇજીરિયામાં આવેલા ભારતીય મિશને ઘટના સંબંધિત માહિતી મેળવવાનો અને અપહ્યત ભારતીયોને બચાવા માટે આફ્રિકન રાષ્ટ્રના અધિકારીઓનો સંપર્ક કર્યો. કહેવાય છે કે જહાજ સુરક્ષિત છે અને નાઇજીરિયન નેવીની નજર હેઠળ છે.

જહાજોની ગતિવિધિઓને ટ્રેક કરનાર ‘ARX મેરીટાઇમ’એ પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે જહાજને મંગળવારના રોજ સમુદ્રી ડાકુઓએ પોતાના કબ્જામાં લઇ લીધા. તેમણે જહાજ પર સવાર 19 લોકોનું અપહરણ કરી લીધું તેમાંથી 18 ભારતીય અને એક તુર્કી નાગરિક છે. ત્રણ ડિસેમ્બરના રોજ સાંજે નાઇજીરિયન દરિયાકિનારા પાસેથી પસાર થતા સમયે હોંગકોંગના ઝંડાવાળા ‘વીએલસીસી, એનએવીએ કાન્સટલેશન’ પર સુમદ્રીય લૂટેરોએ હુમલો કર્યો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.