સામાન્ય રીતે તહેવારોના સમયમાં તસ્કરો (SMUGGLER) અને લુંટારો (ROBBERS) બેફામ બનતા હોય છે. બંધ ધરને (HOME) ટાર્ગેટ બનાવીને ચોરી અને લૂંટ ને અંજામ આપતા હોય છે. આવું જ કંઈક ગુજરાતના (GUJARAT) મોરબીમાં (MORBI) બન્યું છે.
લાભ પાંચમને આમ તો શુભ મુહુર્ત માનવામાં આવે છે. જોકે મોરબીમાં લૂંટારૂઓએ લાભપાંચમે દિલધડક લૂંટ કરીને પોતાનું મુહૂર્ત કર્યું છે. મોરબીના સોખડા પાસે ૬.૧૫ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. હેમા ચોંકાવનારી વાત એ છે કે , ડ્રાઈવરને ગોંધી રાખી બે શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે.
સોખડા ગામનાં પાટીયા પાસે વહેલી સવારે બે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. પિતૃકૃપા હોટલ નજીક વાહન રોક્યું અને ડ્રાઈવરને બંધક બનાવ્યો. ત્યારબાદ ૬.૧૫ લાખ રુપિયાની લૂંટને અંજામ આપ્યો હાલ તો પોલીસે લૂંટારાઓને શોધવા તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.