જુનાગઢ ભવનાથમાં આવેલ એક આશ્રમમાં તસ્કરો ત્રાટકિયા ચાંદીના વાસણ અને રુદ્રાક્ષની માળા ની ચોરી

જુનાગઢ ભવનાથમાં આવેલ એક આશ્રમ માં તસ્કરો ત્રાટક્યા હતા. આશ્રમમાં ચાંદીના વાસણો અને રુદ્રાક્ષની માળાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયો હતો પરંતુ આ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો જેમની જાણ થતા જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

News Detail

જુનાગઢ ભવનાથમાં આવેલ એક આશ્રમમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ચાંદીના વાસણો અને રુદ્રાક્ષની માળાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેમની જાણ થતા જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને પોલીસે સીસીટીવી ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ રાજેશ ઉર્ફે રાજા રામ જેરામભાઈ લાખાણીએ ભવનાથ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યો એક શખ્સ ભવનાથમાં આવેલ આશ્રમની અંદર ગુરુ ગાદી રૂમના તાળા તોડ્યા હતા ત્યાર બાદ અને અંદર પ્રવેશ કરી ગાદી માં સ્મૃતિ મંદિરમાં રાખવામાં આવેલ વસ્તુઓ ચાંદીનો થાળ વાટકા 4 અને ગ્લાસ 1 કિ છ હજાર બે રુદ્રાક્ષની માળા તેમજ ચાંદીનું કવર ચોંટાડે લાકડી મળી કુલ 65,000 ના મુદ્દા માલની ચોરી કરી ગયો હતો આ બનાવ સીસીટીવી માં કેદ થયો હતો જેથી પોલીસે આ શખ્સને વિરુદ્ધ ગુનો દાખલ કરી અટક કરવાની તજવીજ હાથ ધરી હતી આમ આશ્રમમાં ચોરીનો બનાવ બનતા પોલીસે પણ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.