લોકસભામાં સરકારે આપેલી જાણકારી અનુસાર બે જ વર્ષમાં સરિકારે 170 બાબુઓની હકાલપટ્ટી કરી છે. બીજી તરફ સરકારે હવે મોટા પદો પર પ્રાઇવેટ ક્ષેત્રમાં એક્સપર્ટને લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
છેલ્લા બે વર્ષમાં કામ ન કરનારા 170 અધિકારીઓને સમય પહેલા જ સેવાનિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે વિભિન્ન મંત્રાલયો, વિભાગો અને કેડર દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર છેલ્લા બે વર્ષમાં ગ્રુપ-એના 90 જ્યારે ગ્રુપ-બીના 80 અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.
નવા પ્રસ્તાવમાં સંયુક્ત સચિવ સ્તર પર ત્રણ પદોને ભરવાના છે જેમાં ડાયરેક્ટર સ્તરના 27 જ્યારે ઉપસચિવ સ્તરના 13 પદો પર લેટરલ ભરતી કરવાનો પ્રસ્તાવ છે. નોંધનીય છે કે કેન્દ્રીય સૂચના આયોગમાં સૂચના આયુક્ત પદ પર ત્રણ પદ ખાલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.