રાજકોટ શહેર અને જિલ્લામાં બની ચૂકેલા, કોવિડ કેર સેન્ટરને ટક્કર મારે તે પ્રકારનું કોવિડ સેન્ટર, બનાવવામાં આવ્યું છે એસ એન કે સ્કૂલ ખાતે

ત્રીજી મે, 2021 મંગળવારના રોજથી રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ (University road-Rajkot) ઉપર આવેલી એસ.એન.કે સ્કૂલ (SNK School)માં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર (Covid care center)માં દર્દીઓને દાખલ કરવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં બની ચૂકેલા કોવિડ કેર સેન્ટરને ટક્કર મારે તે પ્રકારનું કોવિડ સેન્ટર એસ એન કે સ્કૂલ ખાતે બનાવવામાં આવ્યું છે.

દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહીં શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 63588 45684 પર કૉલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જે તે દિવસની જેટલા બેડની કેપેસિટી હશે તેટલા જ કૉલ એટેન્ડ કરશે.

જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચૂક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે આઠ વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરી શકે છે. સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં કોઈ પણ જાતનું વેઇટીંગ લીસ્ટ રાખવામાં આવશે નહીં.

 

રાજકોટ શહેરના TGES ગ્રુપના ડાયરેક્ટ કિરણભાઈ ભાલોડિયા, બીએપીએસના અપૂર્વમુની સ્વામી, રાજકોટ બિલ્ડર એસોસિએશન ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા, જ્યોતિ સી.એન.સી કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ એક સાથે એક પ્લેટફોર્મ પર આવીને રાજકોટ શહેરમાં એવા પ્રકારનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.