– સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું
– લોક ડાઉનની કોઈ શક્યતા નથી કોરોનની વચ્ચે નિયમોનું પાલન કરીને કામગીરી કરવાનું છે, કેસ વધે તો માઈક્રો કન્ટેન્ટમેન્ટ થશે
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતાં ગુજરાતના મુખ્યમંત્રી સુરત આવતાં ફરીથીલોક ડાઉનની અફવા ચાલી હતી તેનું મુખ્યમંત્રીએ ખંડન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, પુરૂલોક ડાઉન કરવામાં નહી આવે પરંતુ જે વિસ્તારમાં કેસ વધશે તે વિસ્તારમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત હીરા અને કાપડ ઉદ્યોગમાં કેસનું પ્રમાણ વધી રહ્યું છે જો તકેદારી રાખવામાં નહી આવે અને નિયમોનં પાલન ન થાયતો ફેક્ટરી અને બજાર બંધ કરાવી દેવામાં આવશે. આ ઉપરાતં મુખ્યમંત્રીએ લોકોનેે નિયમોનું ચુસ્ત પાલન કરવા માટે અપીલ કરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું , સુરતમાં હાલ ડાયમંડ અને ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ચુંટાયેલા પ્રતિનિધિ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો વચ્ચે બેઠક થશે અને આ ઉદ્યોગમાં સંક્રમણ અટકાવવા માટે ક્યા પ્રકારે કામગીરી થાય તેનો નિર્ણય કરવો પડશે.
સુરતમાં કાપડ- હીરા ઈન્ડસ્ટ્રીઝ અને બજારો કઈ રીતે ચલાવવાના છે તે માટેનું પ્લાનીંગ કરવામા આવશે. હીરા અને કાપડ ઉદ્યોગને સંક્રમણ ન વધે તે માટે નિયમ મુજબ ચલાવવું પડશ અને તો જ આગળ પણ વધીશું. પરંતુ જો આ બન્ને ઉદ્યોગ અને બજારોમાં નિયમોનો ભંગ થશે અને સંક્રમણ વધશે તો કોઈ પણ બજાર કે કોઈ પણ ઉદ્યોગ કે કારખાનું બંધ કરી દેવામાં આવશે.
આ બન્ને જગ્યાએથી સંક્રમણ વધે છે તે હકીકત છે અને તે ન વધે તેની જવાબદારી આપણા બધાની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.