હિંદી સિનેમાના વેટરન એક્ટર મિથુન ચક્રવર્તીએ 7 માર્ચે કોલકત્તામાં ભાજપનો સાથ મેળવ્યો છે. જો કે એ નક્કી થયું નથી કે મિથુન પ,બંગાળની ચૂંટણીમાં ફક્ત સ્ટાર પ્રચારક રહેશે કે પછી પોતે પણ ચૂંટણી લડશે.
સારા કલાકાર હોવાની સાથે મિથુન એક સફળ હોટલ વ્યવસાયી પણ છે. હાલમાં તેઓ 100 કરોડથી વધારે સંપત્તિના સ્વામી છે.
350થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મિથુન 2014માં રાજ્યસભા ગયા હતા પણ કાલખંડમાં શારદા ચિટ ફંડ સ્કેમ ચર્ચામાં આવ્યું. આ કારણે મિથુનને પ્રવર્તમાન નિર્દેશાલયે સમન્સ પણ પાઠવ્યા હતા
2014માં રાજ્યસભાને માટે દાખલ કરેલા એફિડેવિટમાં 2012-13માં તેમની વાર્ષિક આવક 10 કરોડ રૂપિયાથી વધારે હતી તો પત્ની યોગિતા બાલી ચક્રવર્તીની આવક 12 લાખ રૂપિયાથી વધારેની હતી. મિથુન 60 કરોડ રૂપિયાથી વધારે ચલ સંપત્તિના માલિક હતા જ્યારે પત્નીની ચલ સંપત્તિ2 કરોડ રૂપિયાથી વધારેની હતી.
મિથુન લગભગ 2 કરોડથી વધારેની લક્ઝરી કાર રાખે છે. તેમાં મર્સિડિઝ, ફોક્સવેગન, ઈનોવા, ફોર્ચ્યુનર સામેલ છે. 2020ના એક રિપોર્ટ અનુસાર મિથુન ચક્રવર્તીની નેટ વર્થ લગભગ 240 કરોડ રૂપિયાની છે.
એક સમય હતો જ્યારે સૌથી વધુ ટેક્સ ભરનાર સેલેબ્સમાં મિથુનનો સમાવેશ થતો હતો. હાલમાં પણ તેઓ એક્ટિંગમાં સક્રિય છે. હવે તે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સમાં જોવા મળશે. 1976માં તેઓએ મૃગ્યાથી હિંદી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.