આદેશ થયો… ભાગેડું નિરવ મોદીની આટલી સંપતિ PNBને સોંપાશે..

મુંબઈની એક વિશેષ કોર્ટે ભાગેડું નિરવ મોદીની કંપનીઓને ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ પંજાબ નેશનલ બેંકને સોંપી દેવા અનુમતી આપી દીધી છે.

આપને જણાવી દઈએ કે આ બધી સંપત્તિનું મૂલ્ય અધધધ ૧૦૦૦ કરોડ રૂપિયા છે. નિરવ મોદીને ૨૦૧૯માં આથિઁક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.

નિરવ મોદી અને તેનાં મામા એટલે કે મામા, ભાણીયાએ પંજાબ નેશનલ બેંકને ૧૪૦૦૦ કરોડનો ચૂનો ચોપડયો હતો. હાલમાં જ ઈડીએ તેની સંપત્તિઓને જપ્ત કરી છે.

આ પહેલા કોર્ટે પીએનબી દ્વારા આ વર્ષે જુલાઇમાં 108.3 કરોડ રૂપિયાની ફાયરસ્ટાર ઇંટરનેશનલ (એફઆઇએલ) અને 331.6 કરોડ રૂપિયાની પાયરસ્ટાર ડાયમંડ ઇંટરનેશનલ પ્રાઇવેટ લિ.ની સંપત્તિઓને જારી કરવાની માગ કરતી અરજીઓને અનુમતિ આપી દીધી હતી.

પીએનબીએ આ બે કંપનીઓને આપવામાં આવેલા લોનના બદલામાં જે સંપત્તિ ગિરવી રાખવામાં આવી હતી તેને જારી કરવાની માંગ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.