AAP ના નેહરૂ વિહારના કાઉન્સિલર તાહિર હુસૈન પર કરાવલ નગરમાં હિંસા ભડકાવવાના આરોપ લાગી રહ્યા છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના કોન્સ્ટેબલ અંકિત શર્માના ભાઇ-પિતા સિવાય ભાજપના નેતા કપિલ મિશ્રાએ પણ તાહિર પર જ અંકિતની હત્યાના આોપ લગાવ્યા છે. સોશિયલ મીડિયા પર તાહિરના ઘરની છતના અમુક વીડિયો અને ફોટો વાયરલ થયા છે. છત પર ખૂબ મોટા પ્રમાણમાં પથ્થર, એસિડ અને પેટ્રોલ બોમ્બની બોટલ અને ગુલેલ દેખાય છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિલ્હી પોલીસે તાહિરને પૂછપરછ માટે બોલાવ્યો છે. જોકે તે બુધવારથી જ લાપતા છે. તેણે એક વીડિયો જાહેર કરીને તમામ આરોપ નકાર્યા છે. ત્યારપછી તેણે અમુક ટીવી ચેનલોને ઈન્ટરવ્યુ આપ્યો અને પોતાના પર લગાવેલા આરોપ નકારી દીધા હતા.
તાહિર ઈન્ટિરિયર ડેકોરેશનના કોન્ટ્રાક્ટ લે છે. તેની પાંચ ફ્લોરની બિલ્ડિંગના દરેક ફ્લોર પર પથ્થર, પેટ્રોલ બોમ્બ, એસિડ અને ગુલેલ જોવા મળી છે. આ વસ્તુઓ કોલ્ડ ડ્રિંક્સના કેરેટમાં રાખવામાં આવી હતી. સ્પષ્ટ દેખાતું હતું કે, રમખાણો કરવાનું કાવતરું અહીં પહેલેથી જ ઘડવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, તાહીર પોતે મુસ્તફાબાદમાં રહેતો હતો. અહીં તે આલીશાન ઓફિસ બનાવી રહ્યો હતો. અહીં તેનું કન્સ્ટ્રક્શન કામ પણ ચાલતુ હતું. આ કોલોની ગેરકાયદે છે. આ ઈમારતની બાજુમાં જ બીજેપીના પૂર્વ કાઉન્સિલર મહક સિંહનું ગોડાઉન છે. તેમાં આસપાસના લોકોની અંદાજે 40 કાર પાર્ક કરવામાં આવી હતી. તેમાંથી 25 તો રખ્યા થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે, આજુબાજુના ઘણાં ઘરોમાં આગ લાગી હોવાના નિશાન પણ મળ્યા છે. પરંતુ હુસૈનનું ઘર સહીસલામત છે. તેના અમુક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ડંડા સાથે ઘણાં લોકો સાથે ઘરની છત પર દેખાઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.