હાલ સોશિયલ મીડિયામાં અમિત શાહના સ્વાસ્થ્યને લઈને અફવાઓનું બજાર ગરમ છે. તેવામાં આ મામલે ખુદ અમિત શાહે જ પોતે સ્વસ્થ હોવાનું જણાવ્યું છે. તો આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 4 લોકોની અટકાયત કરી લીધી છે. જેઓએ સોશિયલ મીડિયામાં અમિત શાહના સ્વાસ્થ્ય મામલે ખોટી અફવાઓ ફેલાવી હતી. હાલ તેઓ વિરુદ્ધ આઈટી એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના ક્રાઈમબ્રાન્ચના અજય તોમરે આજે આ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈ ટ્વીટર પર પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ ઉભી કરી ખોટી માહિતી ફેલાવવા બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને તેઓની પુછપરછ હાલ ચાલુ છે.
આઈટી એક્ટ 66 C અને 66 D હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અટકાયત કરેલ ચાર શંકાસ્પદમાંથી બે લોકો ભાવનગરના છે. અને એક બે લોકો અમદાવાદના છે. જો કે આ મામલે ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટર પર ટ્વીટ કરીને ખુલાસો કર્યો હતો કે, ‘મને કોઈ બીમારી નથી. હું સવારથી લઇને મોડી રાત સુધી મારા કામમાં વ્યવસ્ત હોઉ છું.’ તેમણે એ પણ કહ્યું કે, ‘મારા મોતની પ્રાર્થના કરનારાઓને પણ ધન્યવાદ છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.