ઓઢવમાં સુકૃતિ સોસાયટીમાં રહેતા વિષ્ણુ ઠાકોર એ તમામ ન્યૂઝ ચેનલ ગુજરાત રાજ્યને ઉદ્દેશીને તેમાં ગુજરાત પોલીસને પડતી મુશ્કેલી ગુજરાત પોલીસની દશા કોણ બચાવશે દરેક બનાવમાં, તહેવારોમાં પોલીસ પહેલા હોય છે અને પોલીસ પોતાના જીવના જોખમે કામ કરતી હોય છે દરેક પોતાના હક માટે આંદોલન કરતા હોય છે. પોલીસ કોઈ આંદોલન કે ધંધાકીય રજૂઆત કરી શકતી નથી.
શહેરમા કોરોના દર્દીઓ વધતા જાય છે અને લોકડાઉનનો ભંગ કરનાર સામે 188 મુજબ રોજના હજારોને પોલીસ સ્ટેશનમાં લાવીને કેસો કરવામાં આવે છે. જેને કારણે પોલીસ કર્મચારીઓને કોરોના વાઈરસ થયા છે.
આ પ્રકારનું લખાણ લખેલું જણાવ્યું હતું. આમ પોલીસે પોસ્ટમાં ભયનું વાતાવરણ ઊભું થાય અને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓનુ મનોબળ નબળુ પડે તેવા સોશ્યલ મીડિયામાં મેસેજો કરવા બદલ વિષ્ણુ ઠાકોર સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.