બિગ બોસ 14 (Bigg Boss 14)માં હાલમાં જ વિકાસ ગુપ્તા બહાર નીકળ્યો છે. બહાર આવતાની સાથે જ તે ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ ગયો છે.
સોશિયલ મીડિયા પર પણ વિકાસ ગુપ્તા ઘણો જ એક્ટિવ છે. આ વચ્ચે તેણે તેનાં જૂના દિવસોને યાદ કર્યાં છે. વિકાસે સોશિયલ મીડિયા પર તેની કેટલીક થ્રોબેક ફોટો શેર કરી છે. જે ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં વિકાસ ગુપ્તાની સાથે કરણ કુન્દ્રા, હર્ષદ ચોપરા, પૂજા ગૌર, અદિતિ ગુપ્તા અને સિદ્ધાર્થ ગુપ્તા સહિત દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત પણ નજર આવી રહ્યો છે.
સુશાંત સિંહ રાજપૂત વિકાસ ગુપ્તાની સાથે આ ફોટોમાં સ્માઇલ કરતો નજર આવી રહ્યો છે.વિકાસ ગુપ્તાએ આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારા જૂના ફોનને જોતા મને મારી પોસ્ટની કેટલીક શાનદાર યાદો મળી.’ તો આ ફોટો જોઇ સુશાંત સિંહ રાજપૂતનાં ફેન્સ ઘણાં ઇમોશનલ થઇ ગયા છે.
વિકાસ ખોકરે જ્યારે વિકાસ ગુપ્તા પર આ આરોપ લગાવ્યો હતો ત્યારે વિકાસ ગુપ્તા બિગ બોસ હાઉસમાં હતો. હવે જ્યારે વિકાસ બિગ બોસ 14નાં ઘરમાંથી બહાર આવી ગયો છે તો વિકાસ ગુપ્તાએ પણ ખુલીને આ મામલે પ્રતિક્રિયા આપી છે અને તેનાં પર લાગેલાં આરોપો ખોટા હોવાનું જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.