લોકરક્ષક સુનિતા યાદવનો પોલીસ અધિકારીઓ સમક્ષ ખુલાસો કરવાને બદલે સોશિયલ મીડિયા ઉપર ખુલાસો – મારી સાથે નિર્ભયાકાંડ જેવી ઘટના થઈ હોત
આરોગ્ય મંત્રીના પુત્ર સાથે ચકમક બાદ સોશિયલ મીડિયા ઉપર છવાઇ ગયેલી સુરતની લોકરક્ષક સુનિતા યાદવે ગત મોડી રાતે ફેસબુક લાઇવ કરી ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તે રાત્રે મારી સાથે નિર્ભયાકાંડ જેવી ઘટના થઈ હોત. જે વિડીયો વાયરલ થયો છે તે માત્ર 10 ટકા છે બાકીનો વિડીયો હું આજે વાયરલ કરીશ.
તેણે એવું પણ ઉમેર્યું હતું કે મારા ઉપર રાજકીય દબાણ લાવવામાં આવી રહ્યું છે અને મને જાનથી મારી નાખવાની પણ ધમકી મળતાં મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સુનિતા યાદવ જ્યારે ઉપરી અધિકારીઓને મળવા ગઈ હતી ત્યારે ત્યાં તેણે આ તમામ રજૂઆત કરવાને બદલે ડ્રામાબાજી કરી હતી અને હવે સોશિયલ મીડિયા ઉપર ચોંકાવનારો ઘટસ્ફોટ કરી રહી છે.
એક પોલીસ કર્મી પોલીસ ફરિયાદ કરવાને બદલે સોશિયલ મીડિયાનો સહારો લઇ સનસનાટી મચાવવા માંગતી હોય એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.