માત્ર 34 વર્ષની વયે આત્મ હત્યા કરીને બોલીવૂડ એકટર સુશાંત સિંહ રાજપૂતે લોકોને ચોંકાવી દીધા છે.
સુશાંત સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહેતો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની છેલ્લી પોસ્ટ માતા સાથેનુ કોલાજ બનાવીને મુકી હતી અને તે વખતે પણ એણે લખ્યુ હતુ કે, જીવન તો ક્ષણભંગુર છે.
સુશાંતસિંહની માતાનુ 2002માં જ અવસાન થયુ હતુ. માતાને યાદ કરીને મુકેલી પોસ્ટમાં સુશાંતે લખ્યુ હતુ કે, આંસુઓમાં ઝાંખો થતો ભૂતકાળ, અંતહીન સપનાઓમાં કંડારાતુ સ્મિત અને ક્ષણભંગુર જીવન, બંને વચ્ચેની વાતચીત.
સુશાંતે પોતાની આ છેલ્લી પોસ્ટ 3 જુને કરી હતી. એ બાદ સુશાંતની સોશ્યલ મીડિયા પર કોઈ પોસ્ટ જોવા મળી નહોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.