સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાની ભારે રમૂજ થઈ : યુઝર્સે જાતભાતના મીમ્સ બનાવ્યાં

મહારાષ્ટ્રમાં એક તરફ શિવસેના-કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધનનો દૌર છેલ્લાં તબક્કામાં હતો ને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને તે બાબતે સહમતિ થઈ ચૂકી હતી કે અચાનક એનસીપીના અજીત પવારના ટેકાથી ભાજપના દેવેન્દ્ર ફડનવીસે સરકાર રચી લીધી. આ ઘટના પછી સોશિયલ મીડિયામાં રમૂજી અને વ્યંગપૂર્ણ મીમ્સ બન્યાં હતાં.

એક યુઝરે લખ્યું : ‘એક છોકરાએ છોકરી પટાવી, ફેરવી, શોપિંગ કરાવી. ને પછી અચાનક ક્યાંકથી બીજો છોકરો આવીને છોકરીને ભગાડી ગયો. એવી જ સિૃથતિ મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને ભાજપ વચ્ચે થઈ.

એક યુઝરે લખ્યું : ‘હું તો વિચારૂં છું કે દરેક વખતે વિપક્ષને ધોઈ નાખ્યા પછી મોદી-શાહ ક્યાં બેસીને જોર-જોરથી હસતા હશે?’

વોટ્સએપના મજેદાર મીમ્સમાં અમિત શાહના ફોટામાં એડિટિંગ કરીને  લખાયું હતું : ‘દેશ-વિદેશમાં ગમે ત્યાં, ગમે ત્યારે સરકાર રચવા માટે મળો – અમિત શાહ’.

અમિત શાહના નામે વન લાઈનર્સ ટ્રેન્ડ થયા હતા :

‘સત્તા મેં આતા હું, સમજ મેં નહીં આતા! – મોટાભાઈ ગુજરાત વાલે’

‘મહેનત ઈતની ખામોશી સે કરો કી સફલતા શૌર મચાયે – મોટાભાઈ ગુજરાત વાલે’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.